જામનગરમાં છેલ્લા બે દિવસમાં ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી જામનગર બાયપાસ પરથી સાદી રેતી અને બ્લેક્સ્ટ્રીપ ખનીજના રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર વહન કરતા કુલ પાંચ ડમ્પરો ખાણ ખનીજ વિભાગના સ્ટાફ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે, અને નજીકના સ્ટોન ક્રસર ખાતે કસ્ટડી સોંપેલ છે.
જામનગર શહેર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ભૂસ્તરશાસ્ત્રી કચેરી દ્વારા ખનીજ ચોરો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત છેલ્લા બે દિવસ માં જ સાદી રેતી અને બ્લેકસ્ટ્રીપનું ગેરકાયદે વાહન કરી જઈ રહેલા વધુ પાંચ વાહનોને કબજે લેવામાં આવ્યા છે.

જેમાં વાહન નં. જીજે-૧૦ટીએક્સ-૫૬૨૯ વાહન માલીક -જય ક્ધસ્ટ્રક્શન -ખનિજમાં બ્લેકસ્ટ્રેપ, જીજે૧૦- ટીવાય-૭૦૩૦ (વાહન માલીક-ગૌરવભાઈ સુરેશભાઈ પુનાતર, ખનિજ- સિલીકા સેન્ડ), જીજે- ૦૯ ઝેડ-૨૬૩૫ (વાહન માલીક- કલ્પેશભાઇ દયાલાલ કટેશીયા, ખનિજ-સાદી રેતી), જી જે ૧૦ ટીવાય -૨૩૭૫ (વાહન માલીક- પ્રકાશભાઈ અઘારીયા,ખનિજ - સાદી રેતી) અને જી જે ૧૦- ટીવાય-૫૩૭૨ (વાહન માલીક- પ્રકાશભાઈ અઘારીયા ,ખનિજ - સાદી રેતી)નો સમાવેશ થાય છે. જેની કુલ કિંમત આશરે દોઢ કરોડ છે. આ કામગીરી સ્ટાફના નિખિલભાઈ, રમેશભાઈ, આનંદભાઈ, ભાવેશભાઈ, નૈતિક ભાઇ, રજનીકાંતભાઈ વગેરેએ કરી હતી.