BREAKING NEWS

દ્વારકા પંથકમાં ગૌવંશની કતલ કરી ગૌમાસનું વેચાણ-ખરીદ કરતા પાંચ શખ્સો સામે પાસા

  • January 07, 2026 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્વારકા પંથકમાં ગૌવંશની કતલ કરી ગૌમાસનું વેચાણ-ખરીદ કરતા પાંચ  શખ્સો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે, દ્વારકા એલસીબી દ્વારા વોરન્ટની બજવણી કરીને આ શખ્સોને સાબરમતી, બરોડા, પાલારા, પાલનપુર અને ભાવનગર જેલમાં ધકેલવામાં આવ્યા છે એકી સાથે પાંચ સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવતા અસામાજીક પ્રવૃતીઓ કરનારાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. 


રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનાવવાના હેતુસર અસામાજીક તત્વો, માથાભારે ઇસમો તેમજ દારૂ જુગારના બુટલેગરો અને ગૌમાસના વેચાણ કરનાર કુર વ્યક્તિઓ વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સબબ 
કરેલ સુચના અનુસાર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર બી.જે.સરવૈયા  દ્વારા નીચે જણાવેલ ગૌવંશની કતલ કરી ગૌમાસનું વેચાણ કરતા ક્રુર ઇસમોના ગુન્હાહીત ઇતિહાસ અંગેની સંપૂર્ણ માહીતી એકત્રિત કરી અસરકારકતા પૂર્વકની એકીસાથે પાંચ પાસા દરખાસ્તો તૈયાર કરી વિધિવત રીતેની દરખાસ્તો મોકલી આપવામાં આવેલ છે.

​​​​​​​

જે આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર રાજેશ એમ.તન્ના સાહેબ નાઓએ આવા ગૌવંશની કતલો કરનાર અને ગૌમાસનું વેચાણ કરનાર ઇસમો દ્વારા જિલ્લાની શાંતી ન ડહોળાય તેવા સુચારૂ હેતુસર આવા ક્રુરતા દર્શાવનાર ઇસમોની અસામાજિક પ્રવૃતિ ઉપર અંકુશ મેળવવા હકારાત્મક અને કડક અભિગમ અપનાવી ત્વરિત નિર્ણય લઇ ક્રુર ઇસમોની પાસા દરખાસ્ત મંજુર કરી અટકાયત વોરંટ ઈશ્યુ કરતા પો.ઇન્સ.બી.જે.સરવૈયા તથા ટીમના માણસો દ્વારા આ નીચે જણાવેલ પાંચેય ઇસમોને એકીસાથે રાઉન્ડ અપ કરી, પાસા એકટ ૧૯૮૫ હેઠળ ઇશ્યુ કરવામાં આવેલ વોરંટોની બજવણી કરી નીચે જણાવેલ પાંચેય ઇસમોને અલગ-અલગ જેલ ખાતે મોકલી આપી જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર પ્રશાસન દ્વારા સખ્તાઇથી કાર્યવાહી કરવામાં આવેલ છે.


પાસા અટકાયતીઓમાં અબ્દુલભાઇ ઉર્ફે બારકો જુસબભાઇ શમા, ઉવ-૩૮, રહે. સેવક દેવળીયા ગામ, તા.ભાણવડ, (સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ), રીઝવાનભાઇ ઉર્ફે આમીન ઉર્ફે કારીયો નુરમામદભાઈ ધુધા, ઉવ-૨૯, રહે.સેવક દેવળીયા ગામ,તા.ભાણવડ, (વડોદરા મધ્યસ્થ જેલ, વડોદરા), સલીમભાઇ ઇશાકભાઈ સુંભણીયા, ઉવ-૫૦, રહે. જીન વિસ્તાર, સલાયા, તા.ખંભાળીયા, (પાલારા ખાસ જેલ, ભુજ - કચ્છ), ફારૂકભાઇ મુસાભાઇ ઘાવડા, ઉવ-૪૦, રહે. સેવક દેવળીયા ગામ, તા.ભાણવડ, (જિલ્લા જેલ પાલનપુર, બનાસકાંઠા), ઓસમાણભાઇ ઉર્ફે ભુટ્ટો જુસબભાઇ ઘુઘા, ઉવ-૪૦, રહે. સેવક દેવળીયા ગામ, તા.ભાણવડ (જિલ્લા જેલ, ભાવનગર)નો સમાવેશ થાય છે.​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application