ભંડારીયા ગામે લાઈટના અંજવાળે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

  • June 09, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેસરના ભંડારીયા ગામે વાળાગાડી વિસ્તારમાં ટાવર નજીક લાઈટના અંજવાળે જુગાર રમી અરહેલા પાંચ શખ્સોને એલસીબીએરોકડ રૂ.૧૧,૭૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.  
 ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર જિલ્લાના જેસર પોલીસ મથક  વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભંડારીયા ગામે વાળાગાડી નામના વિસ્તાર ખાતે આવેલ ટાવરની બાજુમા જાહેર જગ્યામાં લાઇટના અંજવાળે અમુક શખ્સો   તીન પતીનો પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમે છે.


જે બાતમી અંગે રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતાં  ભયલુ ઉર્ફે પીન્ટુભાઇ બાબભાઇ કામળીયા (ઉ.વ.૨૮ રહે.પ્લોટ વિસ્તાર,ભંડારીયા તા.પાલીતાણા જી.ભાવનગર),ચંપુ જેતાભાઇ બરાળ (ઉ.વ.૨૮ રહે.વાડી વિસ્તાર, ભંડારીયા તા.પાલીતાણા જી.ભાવનગર), હનુ આલીગભાઇ કામળીયા (ઉ.વ.૨૫ રહે.બસ સ્ટેશન પાસે, ભંડારીયા તા.પાલીતાણા જી.ભાવનગર),  જયદિપ જેતુભાઇ કામળીયા (ઉ.વ.૨૩ રહે.પ્લોટ વિસ્તાર ભંડારીયા, તા.પાલીતાણા જી.ભાવનગર)અને  જયદેવ દેહાભાઇ બુધેલા (ઉ.વ.૩૨ રહે.જળમકુવા વિસ્તાર, ભંડારીયા તા.પાલીતાણા જી.ભાવનગર)ને  ગંજીપત્તાના પાના તેમજ રોકડ  કુલ કિં.રૂ.૧૧,૭૦૦ના  મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.


આ કામગીરીમાં  પોલીસ ઇન્સ. એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહિલ અને શૈલેષભાઇ ચાવડા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application