મીઠાપુર નજીકના સુરજકરાડી ગામે માલારા તળાવ પાસે જાહેરમાં ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા બાલુ રણછોડ ચૌહાણ, સુધાબેન બાલુ ચૌહાણ, મનિષાબેન પ્રવીણ પોપટ, રાધાબેન રણછોડ ચૌહાણ, અને શરીફાબેન બાબુ મકવાણા નામના પાંચ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લઇ, રૂપિયા ૧૦,૫૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી મીઠાપુરના પી.આઈ. ડી.એન. વાંઝાના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.