BREAKING NEWS

હાર્ટ અટેક,બ્રેઇન સ્ટ્રોક ન આવે તો બીજું શું આવે? શુધ્ધ ઘી, દૂધના પાંચ સેમ્પલ ફેઇલ

  • October 14, 2025 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભેળસેળની રાજધાની બનેલા રાજકોટમા ગાયનું દૂધ, ભેંસનું દૂધ, મિક્સ દૂધ, શુધ્ધ ઘી, કુલ્ફીમાં ભેળસેળ મળી છે, મહાપાલિકાએ લીધેલા પાંચ સેમ્પલ ફેઇલ ગયા છે. શુધ્ધ ઘીમાં વેજિટેબલ ફેટ અને તેલ તેમજ દૂધમાં પાણીની ભેળસેળ સામે આવી છે. આ તમામ દુકાનદારો સામે એજયુડિકેશન કાર્યવાહી થશે તેમ સિનિયર ડિઝાઇનેટેડ ફૂડ ઓફિસરે જાહેર કર્યું હતું.


રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા વાલ્કો ક્યુએસઆર કંપની પ્રાઇવેટ લિમિટેડ શોપ નં.૭ ગ્રાઉન્ડ ફ્લોર, કોસ્મો કોમ્પ્લેક્ષ, મહિલા કોલેજ ચોક, કિશનપરા ચોક, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ગ્રામીણ ગુડ બદામ કુલ્ફીનો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.


શિવ એન્ટરપ્રાઇઝ, રસુલપરા શેરી નં૩, પોલ્ટ્રી ફાર્મ સામે, ગોંડલ રોડ હાઇ-વે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ શુધ્ધ ઘી (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.


ઓમ સ્વીટ નમકીન એન્ડ મિલ્ક શોપી, વરદાન કોમ્પલેક્ષ, શ્રી કોલોની પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ બફેલો મિલ્ક (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટ તથા મિલ્ક સોલીડ નોટ ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું અને ફોરેન ફેટની હાજરી હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.


શ્રીરામ ડેરી ફાર્મ, અમૃત પાર્ટી પ્લોટ સામે, ૫૦ ફૂટ ખીજડાવાળો રોડ, કુવાડવા રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ મિક્સ દૂધ (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ(ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી થશે.

ગોકુલ ડેરી ફાર્મ, જેનીલ પ્લાઝા, ગ્રાઉન્ડ ફલોર, કૈલાશ પાર્ક-૧, નંદનવન સામે, મવડી રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ મિક્સ દૂધ (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક સોલીડ નોટ ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જેમાં એજયુડિકેશન કાર્યવાહી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application