BREAKING NEWS

મોરબીની સિરામિક કંપનીની ઓરડીમાં રાત્રે અચાનક ગેસ લીકેજ, ધડાકા થતા સૂઈ રહેલા પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા

  • November 24, 2025 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબીના રંગપર નજીક આવેલી રેબન સિરામિક કંપનીના લેબર ક્વાર્ટરમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગવાથી સગીર શ્રમિક સહીત પાંચ વ્યક્તિ દાઝી જતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા છે. રાત્રે શ્રમિકો ઓરડીમાં સુતા હતા ત્યારે અચાનક ધડાકા થતા આગ લાગી હતી એક બીજાને બચાવવા જતા તમામ હાથે પગે શરીરે દાઝી ગયાનું જાણવા મળ્યું છે.


પહેરેલા કપડામાં આગ લાગી હતી

બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ રાજસ્થાનના વતની અને એકાદ વર્ષથી રંગપરમાં આવેલી રેબન સીરામીક કંપનીમાં કામ કરતા અને કંપનીના જ લેબર ક્વાર્ટરમાં રહેતા ઈતવારી બંગાળી (ઉ.વ.22), સૂરજ બક્ષીભાઈ (ઉ.વ.25), અમન બક્ષીભાઈ (ઉ.વ.23), વિજય બક્ષીભાઈ (ઉ.વ.17), શિવા ભરતભાઈ (ઉ.વ.16) પાંચેય રાત્રીના લેબર ક્વાર્ટરમાં સુતા હતા ત્યારે વહેલી સવારે એકાએક ધડાકા સાથે આગ લાગતા સફાળા જાગી ગયા હતા અને નાસભાગ મચી જવા પામી હતી. પરંતુ પહેરેલા કપડામાં આગ લાગતા એક બીજાને બચાવવા જતા પાંચેય દાઝી ગયા હતા. પ્રથમ મોરબીની સમર્પણ હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application