જામનગર જિલ્લાના ધ્રોલમાં વાડી વિસ્તારમાં ગરેડીયા રોડ પર રહેતા અને ખેત મજૂરી કામ કરતા માંગુભાઈ સુંદરિયાભાઈ પચાયા નામના ૪૫ વર્ષના પરપ્રાંતિય આદિવાસી શ્રમિક યુવાને પોતાની પાંચ વર્ષની માસુમ પુત્રી તારીકાનું અપહરણ કરી જવા અંગે પાડોશમાં જ વાડીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની કાજુ હટુ બૂંદેલીયા અને તેના સાથેના અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે, બાળાને ઉપાડીને જતા બે શખ્સો સીસી ટીવી કેમેરામાં કેદ થયા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી પોતાની વાડીની ઓરડીમાં પત્ની સાથે ભોજન કરી રહ્યા હતા, જે દરમિયાન બહારના ભાગમાં રમી રહેલી તેની પાંચ વર્ષથી પુત્રીનું બાજુમાં જ વાળીમાં કામ કરતો કાજુ હટુ બુદેલીયા મોટર સાયકલમાં બેસાડી અને સાથે ભાગી છૂટ્યો હતો, જેથી ધ્રોલ પોલીસ મથકમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી છે.
પાંચ વર્ષની બાળાનું પાડોશી દ્વારા અપહરણ કરાયું હોવાની આ ઘટના બની હોવાથી વિસ્તારમાં પણ આરોપીઓ સામે રોષની લાગણી ફેલાઇ છે, ખાસ કરીને બંને આરોપી કેમેરામાં કેદ થયા હોવાથી ઝડપથી પોલીસના હાથમાં આવી જાય એવી પણ સંભાવના રહેલી છે, જેમાં ધ્રોલના પીઆઇ એચ વી રાઠોડ તપાસ ચલાવી રહ્યા છે તેઓએ ગુમથનાર બાળકી અને તેને અપહરણ કરીને સક્ષોની શોધખોળ ચલાવાઈ રહી છે.