BREAKING NEWS

પલસાણામાં આભ ફાટ્યુંઃ ૧૮ ઈંચથી વધુ વરસાદથી જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ

  • July 08, 2026 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૪ કલાકમાં ૧૯૫ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડો, નવસારીમાં ૧૫.૨૮ ઈંચ, ડાંગ અને તાપી જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ


ગુજરાતમાં ચોમાસું સમગ્ર રાયમાં પૂરજોશમાં ખીલ્યું છે. ૭ જુલાઈ સવારના ૦૬:૦૦ વાગ્યાથી ૮ જુલાઈ સવારના ૦૬:૦૦ વાગ્યા સુધીના ૨૪ કલાક દરમિયાન રાયના ૧૯૫ તાલુકામાં સામાન્ય ઝાપટાથી ૧૮ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના પલસાણામાં રેકોર્ડબ્રેક ૪૬૨ મિલીમીટર (૧૮.૧૯ ઈંચ) વરસાદ ખાબકયો છે. કામરેજ તાલુકામાં પણ ૪૪૨ મિલીમીટર (૧૭.૪ ઈંચ) વરસાદ થતાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લાના મુખ્ય મથક નવસારી તાલુકામાં પણ ૩૮૮ મિલીમીટર (૧૫.૨૮ ઈંચ) વરસાદ સાથે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. સુરત શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં ૨૪ કલાકમાં ૩૫૮ મિલીમીટર (૧૪.૦૯ ઈંચ) વરસાદ નોંધાયો છે. જેના કારણે શહેરના અનેક માર્ગેા નદીમાં ફેરવાઈ ગયા હતા.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૩૨૨ મિલીમીટર (૧૨.૬૮ ઈંચ) અને નવસારીના જલાલપોરમાં ૨૮૦ મિલીમીટર (૧૧.૦૨ ઈંચ) વરસાદ ખાબકયો છે. આ સિવાય સુરતના બારડોલીમાં ૨૩૮ મિલીમીટર, અંબિકામાં ૨૩૫ મિલીમીટર અને તાપી જિલ્લાના ડોલવણમાં ૨૨૬ મિલીમીટર વરસાદ નોંધાતા દક્ષિણ ગુજરાતના નદી–નાળા છલકાયા છે
ડાંગ અને તાપી જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ રહ્યો છે. ડાંગ (આહવા) તાલુકામાં ૨૧૫ મિલીમીટર (૮.૪૬ ઈંચ) અને સુબીરમાં ૧૯૭ મિલીમીટર (૭.૬ ઈંચ) વરસાદ થતાં કુદરતી ઝરણાં અને નદીઓ જીવતં બન્યા છે. તાપી જિલ્લાના વાલોડમાં ૧૮૯ મિલીમીટર અને વ્યારામાં ૧૬૯ મિલીમીટર વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં ૧૫૨ મિલીમીટર અને પારડીમાં ૧૨૫ મિલીમીટર વરસાદના અહેવાલ છે.
યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આફત બનીને વરસ્યો છે, ત્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ૮૯ મિલીમીટર અને માણસામાં ૪૨ મિલીમીટર વરસાદ પડો છે. નર્મદાના નાંદોદમાં ૯૧ મિલીમીટર અને દેડીયાપાડામાં ૮૭ મિલીમીટર વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં ૧૮ મિલીમીટર અને જિલ્લાના ધોળકામાં ૨૦ મિલીમીટર વરસાદ નોંધાયો છે. ખેડા જિલ્લાના નડિયાદમાં ૪૫ મિલીમીટર અને કપડવંજમાં ૪૩ મિલીમીટર વરસાદ સાથે ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડા છે. ગીર સોમનાથના કોડિનારમાં ૩૩ મિલીમીટર, ભાવનગરના મહત્પવામાં ૩૨ મિલીમીટર અને ગઢડામાં માત્ર ૧ મિલીમીટર વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ૧૦ મિલીમીટર અને રાજકોટ શહેરમાં ૪ મિલીમીટર વરસાદ થયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ રાયના ૧૯૫ જેટલા તાલુકાઓમાં મેઘરાજાની હાજરી નોંધાઈ છે, જે આગામી દિવસોમાં કૃષિ પાક માટે આશીર્વાદપ સાબિત થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News