અમરેલી નલિયા અને રાજકોટમાં ફરી ફૂલ ગુલાબી ઠંડી નો અહેસાસ શરૂ થઈ ગયો છે. આ ત્રણેય શહેરોમાં આજે સવારે લઘુતમ તાપમાન 20 ડિગ્રી થી ઓછું રહ્યું હતું. જોકે મહત્તમ તાપમાન ની વાત કરીએ તો રવિવારે રાજકોટમાં ૩૭ ડિગ્રી નોંધાયું હતું. જે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ હતું. કચ્છમાં કંડલા ખાતે ગઈકાલનું મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી રહેવા પામ્યુ હતું.
ભુજ નલિયા પોરબંદર વેરાવળ વડોદરા ડીસા અને સુરતમાં રવિવારે મહત્તમ તાપમાન નો પારો ૩૬ થી ૩૭ ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો હતો. ભુજમાં 36.6 નલિયામાં 36 પોરબંદરમાં 36.2 વેરાવળમાં 36.3 સુરતમાં 36.7 વડોદરામાં 36.6 અને સુરતમાં 36.7 ડીગ્રી મહત્તમ તાપમાન રવિવારે રહ્યું હતું.
આજે સવારના લઘુતમ તાપમાન ની વાત કરીએ તો નલિયામાં 19 અમરેલીમાં 18.4 રાજકોટમાં 19.6 ડિગ્રી નોંધાયું છે. આ સિવાય સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાન 20 ડિગ્રી થી વધુ રહેવા પામ્યું હતું.
હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ સમગ્ર હિમાલયન રિજીયનને અસર કરે તેવું એક પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન આવતીકાલે જોવા મળશે અને તેની અસરના ભાગરૂપે હિમવર્ષા પણ થશે. આ સિસ્ટમ એક્ટિવેટ થયા પછી એટલે કે બુધવારથી ઠંડીના પ્રમાણમાં વધારો થાય તેવું લાગે છે.
દરમિયાનમાં અરબી સમુદ્રના સાઉથ ઇસ્ટ ભાગમાં કેરલા અને કર્ણાટક વચ્ચે લો પ્રેશર ઉભું થયું છે અને તે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. આ સિસ્ટમના કારણે તામિલનાડુ પુડીચેરી કેરલા આંદામાન નિકોબારમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આવી જ લો પ્રેશરની બીજી એક સિસ્ટમ આવતીકાલે બંગાળની ખાડીમાં સાઉથ આંદામાન નજીક ઉભી થશે અને તેના કારણે આગામી 7 દિવસ સુધી દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે.