BREAKING NEWS

વંથલી પાસે ટ્રક–બાઈક અકસ્માતને પગલે ટોળાંએ ટ્રકને આગ ચાંપી દીધી

  • April 30, 2026 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ વંથલીના કણજડી મધુવંતીના કાંઠા પાસે પાંચ દિવસ પૂર્વે લીઝ ભરવા જતા  ટ્રક અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત થયો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માત સર્જાયો તે ટ્રક અને સળગાવી દીધો હતો અને અન્ય ત્રણ ટ્રકમા તોડફોડ કરવામાં આવી હતી. હુમલાની  ઘટનામાં  ૧.૩૨ લાખની નુકસાની તથા ટ્રકમાં પડેલા ૪૨ હજાર રોકડા સળગાવી દીધા અંગે સરપચં સહિત ૪ તથા અજાણ્યા ૧૫ ઇસમો સહિત કુલ ૨૦ વિદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વધુ વિગત મુજબ સમઢીયાળા ગામે રહેતા જયેશભાઈ ભારાઈ અને તેનો ભાઈ સરમણભાઈ બંને વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે રેતીની લીઝ ભરવા જતા હતા. કણજઙી મધુવંતી નદી પાસે કાંઠે પહોંચતા ટ્રક બધં થઈ ગયો હતો અને બંને ભાઈઓ ગેરબોકસ ચેક કરતા હતા તે સમયે અજાણ્યો મોટરસાયકલ ચાલક ટ્રક સાથે અથડાયો હતો. મોટરસાયકલ ચાલકને ઈજા થતાં  ત્યાં ગામના માણસો ભેગા એકત્ર થઈ ગયા હતા અને ટ્રક ચાલક અને તેના મિત્રને ગાળો ભાંડી અને માર માર્યેા હતો. અને ટ્રકને સળગાવી દેવો છે તેમ જણાવતા  બંને ભાઈઓ ડરના કારણે નાસી ગયા હતા. ત્યારબાદ ઉસકેરાયેલા ટોળાએ જયેશભાઈના ટ્રકને આગ ચાંપી હતી. ટ્રક સળગાવ્યા બાદ પણ ટોળાએ તે રસ્તે થી નીકળેલ અન્ય ત્રણ ટ્રકમાં પણ પથ્થરો વડે તોડફોડ કરવામાં આવી હતી. હત્પમલાની ઘટના અંગે ટ્રક ચાલક જયેશભાઈએ કેહત્પરભાઈ મેતર, વિજયભાઈ સરપંચ, બાવલાભાઈ, વિરમભાઇ તથા અજાણ્યા ૧૫થી૨૦ લોકો દ્રારા ટ્રક ચાલકને માર મારી એક ટ્રક ને સળગાવી તથા ત્રણ ટ્રકમાં  તોડફોડ કરી ૧.૩૨ લાખનું નુકસાન કયુ હતું. અને અકસ્માત સર્જાયેલ તે જયેશભાઈના ટ્રકમાં પડેલા ૪૨ હજાર સળગાવી દીધા હતા. અકસ્માતની ઘટના અંગે ટ્રક ચાલકે સરપચં સહિત ૨૦ લોકો વિદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application