ઉના શહેરમાં *એક જ કલાકમાં પોણા ત્રણ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા* શહેરના અનેક મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને પગલે નગરજનોને હાલાકી ન પડે તે માટે *ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા.* *ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડે* નગરપાલિકાના અધિકારીઓ તેમજ સફાઈ કામદારોને સાથે રાખીને શહેરના પાણી ભરાયેલા વિસ્તારોની જાતે મુલાકાત લીધી હતી. *જેમાં વડલા ચોક મહેતા હોસ્પિટલ, ગની માર્કેટ જલારામ મિલ, આનંદ બજાર* સહિતના વિસ્તારોમાં સ્થળ પર પહોંચી પાણીના નિકાલની કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું. *ધારાસભ્યશ્રીની સક્રિયતા* અને નગરપાલિકા તંત્રની તાત્કાલિક કામગીરીના પરિણામે શહેરના વિવિધ રોડ-રસ્તાઓ પરથી ઝડપથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદ વચ્ચે તંત્ર સાથે રહીને સ્થળ પર જ કામગીરી કરાવતા *ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડની કામગીરીથી નગરજનોમાં રાહત અને ખુશીની લાગણી જોવા મળી હતી.