ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ ચોમાસા અને માવઠા બાદ રોડ રસ્તાની ખરાબ હાલત અંગેનો ગઇકાલે રિવ્યૂ કર્યો હતો અને પ્રભારી સચિવો, પ્રભારી મંત્રીઓ તેમજ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરોને સ્થાનિક રસ્તાઓની સ્થિતિમાં તત્કાલ સુધાર લાવવા અને લોકોને હાલાકી ન પડે તેવા જોવા તાકિદ કરી હતી. દરમિયાન સીએમના આદેશ બાદ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા ફિલ્ડમાં ઉતર્યા હતા અને શહેરમાં ચાલતા રસ્તા કામોની સાઇટ વિઝીટ કરી હતી.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ ફીલ્ડમાં જઈ રસ્તા સહિતના કામોની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવે છે. દરમિયાન આજે મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ ત્રણેય ઝોનના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા રીપેરીંગની કામગીરીનું મોનીટરીંગ કર્યું હતું.વિવિધ વિસ્તારોની મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ અધિકારીઓની ટીમ સાથે રોડ-રસ્તા મરામત તેમજ ડામરકરણના ચાલી રહેલા કાર્યોનું નિરીક્ષણ કર્યું તેમણે સ્થળ પર જ કામની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી તથા કામગીરીની ગુણવત્તા ઉપર નજર મૂકી હતી.શહેરજનોને સુવિધાજનક અને સલામત માર્ગ વ્યવસ્થા મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કામગીરી સમયસર તથા ગુણવત્તાપૂર્ણ રીતે પૂર્ણ કરવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. મ્યુનિ. કમિશનરની ઉપરોક્ત મુલાકાત દરમ્યાન સિટી એન્જીનિયર, ડેપ્યુટી એન્જીનિયર, સહિતના અધિકારીઓ-કમર્ચારીઓ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application