BREAKING NEWS

કોટેચાનગરના માલાણી કોમ્પ્લેક્સમાં ફૂડ બ્રાન્ચ ત્રાટકી; બજરંગ ફરસાણમાંથી સેમ્પલ લેવાયા

  • January 16, 2026 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ રોડ અને અમીનમાર્ગ વચ્ચેના કોટેચા નગર મેઇન રોડ ઉપર આવેલા બજરંગ ફરસાણમાંથી ફાફડા ગાંઠિયા સહિત ચાર સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે ખાણી પીણીના અન્ય ૨૧ ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરી તે પૈકી ૯ને ફૂડ લાયસન્સ મેળવવા તાકીદ કરાઈ હતી.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના અધિકારીઓએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં ચાર સેમ્પલ લઈને તેમાં ભેળસેળ હતી કે કેમ તેની ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેમાં (૧) ઊંધિયું સબ્જી પ્રિપેર્ડ લુઝનું સેમ્પલ સ્થળ- શ્રી પટેલ ચાઇનીઝ એન્ડ સાઉથ ઇન્ડિયન, રાહુલ પ્લાઝા, શોપ નં.૧, શ્રીરામ પાર્ક, હરિધવા મેઇન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ (૨) ઊંધિયું સબ્જી પ્રિપેર્ડ લુઝનું સેમ્પલ સ્થળ- મટુકી રેસ્ટોરેન્ટ, કાલાવડ રોડ, મોટામવા,કાલાવડ રોડ ખાતેથી (૩) ફાફડા ગાંઠિયા ફરસાણ લુઝ)નું સેમ્પલ સ્થળ- બજરંગ ફરસાણ, માલાણી કોમ્પ્લેક્ષ, કોટેચાનગર મેઇન રોડ ખાતેથી તેમજ

(૪) જલેબી લુઝનું સેમ્પલ સ્થળ- અમૃત સ્વીટસ નમકીન એન્ડ ડેરી ફાર્મ, રેલ્વેસ્ટેશન સામે, ભાટિયા બોર્ડિંગ બાજુમાં, જંકશન પ્લોટ ખાતેથી લેવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કામગીરી ઉપરાંત શહેરના આનંદ બંગલા ચોકથી મવડી ચોકડી સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ૯ ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ નવ નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી.

ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં (૧) ખોડિયાર કિરાણા ભંડાર (૨)જલારામ ચીકી (૩) શિવશક્તિ રેસ્ટોરેન્ટ (૪)તુલસી એન્ટરપ્રાઇઝ (૫)જય લાઈવ ચીકી (૬) સીતારામ છોલે ભટુરે- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૭) મારુતિ ડેરી ફાર્મ (૮) ક્રિષ્ના પાણીપુરી (૯) ભેરુનાથ કોલ્ડ પાણીપુરી સહિત કુલ નવને ફૂડ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત (૧૦) મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા (૧૧) રાજા ગૃહ ઉદ્યોગ (૧૨)સિલ્વર બેકરી (૧૩) ડાઇમંડ સીંગ (૧૪) શિવશક્તિ ડેરી (૧૫) ડિલિશ્યસ ફૂડ (૧૬) વેણુ ટ્રેડિંગ (૧૭) રાજુ ખમણ (૧૮)મિલન સ્વીટ માર્ટ (૧૯) બાલમુક્ન્દ કિરાણા ભંડાર (૨૦) નંદકિશોર ડેરી ફાર્મ (૨૧) સહજાનંદ ફૂડ ઝોનની ચકાસણી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application