તાજેતરમાં રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ્ય સરકાર દ્વારા અપાયેલી ફૂડ સેફ્ટી વાન સાથે શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોકથી ગોપાલ ચોક સુધીના વિસ્તારમાં આવેલી ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થીઓની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું જેમાં ૧૪ દુકાનદારો પાસે ફૂડ લાયસન્સ નહીં હોવાનું સામે આવ્યું હતું, આ તમામ ૨૨ દુકાનોમાંથી કુલ ૨૨ ફૂડ સેમ્પલ લઇને તેની ફૂડ સેફ્ટી વાનમાં સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી.
વિશેષમાં મહાપાલિકાની સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ સેફ્ટી ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ ચેકિંગ ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે ઉપરોક્ત વિસ્તારમાં બાલાજી ડેરી, હર્ષ અમૂલ પાર્લર, શ્રીજી બાપા અમૂલ પાર્લર, યશ એન્ટરપ્રાઇઝ, માં મોમાઈ નાસ્તા હાઉસ, જલારામ ખમણ હાઉસ, મહાવીર પ્રોવિઝન સ્ટોર, ફેમસ કચ્છી દાબેલી, ગિરિરાજ પ્રોવિઝન સ્ટોર, નીલકંઠ ડેરી ફાર્મ, જનતા પ્રોવિઝન સ્ટોર, શ્રીજી મેડિકલ, બાલાજી દાળપકવાન અને જય સરદાર ગાંઠિયા સહિત ૧૪ ધંધાર્થીઓને લાઇસન્સ મેળવવા બાબતે સુચના આપવામાં આવી હતી. જ્યારે ઓમ આઇસ્ક્રીમ, સેજપાલ મેડિકલ, જય જલારામ ફરસાણ, અમદાવાદ ખમણ હાઉસ, ગણેશ પ્રોવિઝન સ્ટોર, હરસિધ્ધી કોલ્ડ્રિંક્સ, રામદૂત મેડિકલ,કિશોર સુપર માર્કેટ સહિતની આઠ દુકાનોમાં ચેકિંગ કરાયું હતું.
વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે અન્ય વિસ્તારોમાંથી ચાર સેમ્પલ લઇને ફૂડ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા જેમાં (૧) તિલક સિંગતેલ પાંચ લિટર પેકિંગનું સેમ્પલ, સ્થળ- ઉમિયા એજન્સી, ગુંદાવાડી મેઇન રોડ છેડેથી (૨) આલ્ફા ટ્રિપલ ફિલ્ટર્ડ સિંગતેલ ૧૫ કિલો પેકિંગનું સેમ્પલ સ્થળ-ભાવિક ટ્રેડિંગ, કોઠારીયા રોડ, જૂનું હૂડકો ક્વાટર નં.૭, પોલીસ ચોકીની બાજુમાંથી તેમજ (૩) રિયુઝ્ડ પામોલિન તેલ લૂઝ તેમજ (૪) ચના જોર ગરમ સહિતના બે સેમ્પલ સ્થળ- યાદવ ગૃહ ઉદ્યોગ, ચુનારાવાડ શેરી નં.૧, ટી.સી.વાળી શેરી, આજી નદી કાંઠે, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું હતું.