BREAKING NEWS

રાજકોટ નહીં ભેળસેળકોટ: 500 કિલો શંકાસ્પદ પનીર સીઝ, પેઢી સીલ કરી રૂ.10 હજારનો હજારનો દંડ ફટકાર્યો

  • July 01, 2026 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વાદ શોખીનોના શહેર રાજકોટમાં હવે એટલી હદે ભેળસેળ મળી રહી છે કે રાજકોટનું નામ બદલીને ભેળસેળકોટ રાખવું પડે ! દરમિયાન આજે રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચે મોરબી રોડ ઉપર મોટી કાર્યવાહી હાથ ધરીને 500 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરીને પેઢી સીલ કરી હોવાનું જાણવા મળે છે.


વિશેષમાં મહાપાલિકાના સતાવાર વર્તુળોએ જણાવ્યું હતું કે, મોરબી રોડ ઉપર પુલ નજીક સેટેલાઇટ ચોક પાસે આવેલ આશુતોષ માર્બલની બાજુમાં કાર્યરત પ્રકાશભાઈ પ્રવિણભાઇ હરસોડાની પેઢીમાં ચેકીંગ કરતા ત્યાંથી શંકાસ્પદ લુઝ પનીરનો 500 કિલો જથ્થો મળ્યો હતો જે સીઝ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ફૂડ લાયસન્સ ધરાવતા નહીં હોવાનું માલૂમ પડ્યું હતું. સ્થળ ઉપર રૂ.10 હજારનો હાજર દંડ વસુલી પેઢી સીલ કરાઇ હતી તેમજ નોટિસ ફટકારવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application