મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાય સરકાર આગામી ૧૨મી ડિસેમ્બરે સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ કરી રહી છે. તેમની વિઝનરી લિડરશીપમાં આ બે વર્ષ દરમિયાન પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગો સહિતના વિભાગોએ જનસેવાને સમર્પિત અનેકવિધ કલ્યાણ યોજનાઓનો સફળ અમલ કર્યેા છે.
વર્તમાન સરકારે પાણી પુરવઠા, જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શનમાં બે વર્ષમાં કરેલી વિવિધ જનહિતલક્ષી યોજનાકીય સુવિધાઓની વિસ્તૃત માહિતીસભર પુસ્તિકાઓ પ્રકાશિત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાય સરકારના પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની વિવિધ જનહિતકારી યોજના તથા સિદ્ધિઓના સેવા સંકલ્પના બે વર્ષ પુસ્તકોના વિમોચન સંપન્ન કર્યા હતા. આ ત્રણેય પુસ્તકોના વિમોચન રાય મંત્રીમંડળની કેબિનેટ બેઠક પહેલાં મંત્રીઓની ઉપસ્થિતિમાં થયા હતા.
પાણી પુરવઠા વિભાગે આ બે વર્ષમાં રાયભરમાં . ૧૦૯૦.૩૯ કરોડની યોજનાઓના ખાતમૂહત્પર્ત અને ૨૦૪૫.૬૩ કરોડ પિયાની વિવિધ યોજનાઓના લોકાર્પણ કરવામાં આવ્યા છે. પાણી પુરવઠા વિભાગે રાયના ગામોની ગ્રામીણ જનસંખ્યાને પીવાનું પૂરતું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ છે તેની સંપૂર્ણ વિગતો અને ભવિષ્યના આયોજનની વિસ્તૃત છણાવટ આ માહિતીસભર પુસ્તકોમાં કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જે પુસ્તિકાનું વિમોચન થયું છે તેમાં સૌને અન્ન–સૌને પોષણ અન્વયે રાયના ૭૪ લાખથી વધુ રેશનકાર્ડ ધારક પરિવારોના ૩.૬૯ કરોડ લોકોને અનાજ વિતરણ કરવામાં આવે છે તેની વિગતો આપી છે. સાથે વિવિધ યોજનાઓ તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉવલા યોજના સહિતની યોજનાકીય સિદ્ધિઓ પ્રસ્તુત થયેલી છે.
જળ સંપત્તિ વિભાગે રાયના દૂર દરાજના તેમજ સૌરાષ્ટ્ર્ર–કચ્છના વિસ્તારોમાં સૌની, સુજલામ સુફલામ યોજના તેમજ ભૂગર્ભજળ સંગ્રહ વૃદ્ધિ માટેના અભિયાનોની સફળતા સેવા સંકલ્પના બે વર્ષ પુસ્તકમાં વર્ણવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પુસ્તકોના વિમોચન કર્યા તે અવસરે સંબંધિત વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાયમંત્રી ભીખુસિંહજી પરમાર તથા રાયમંત્રી મુકેશભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech