રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા રૈયા ટેલિફોન એક્સચેન્જ અને રૈયા ચોકડી વચ્ચે આવેલા વેસ્ટ ગેટ કોમ્પલેક્સ સહિતના વિવિધ વિસ્તારોમાં દરોડા કાર્યવાહી હાથ ધરીને ઉંધીયું, ફાફડા, જલેબી, ચિક્કીના સહિતના દસ સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી. મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, આવતીકાલે ઉત્તરાયણના તહેવાર પૂર્વે શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા કાર્યવાહી હાથ ધરીને ખાધપદાર્થોના વધુ દસ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં (૧) ઉંધીયું પ્રિપેર્ડ શાક લુઝનું સેમ્પલ સ્થળ- પંડયાઝ રસથાળ, શોપ નં.૩ અને ૪ વેસ્ટ ગેટ કોમ્પ્લેક્ષ, રૈયા ચોકડી પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતેથી (૨) ઉંધીયું પ્રિપેર્ડ શાક લુઝનું સેમ્પલ સ્થળ- જલારામ રેસ્ટોરેન્ટ, ચિત્રકૂટ, રૈયા ચોકડી, જીવન નગર કોર્નર, રૈયા રોડ ખાતેથી
(૩) ઉંધીયું પ્રિપેર્ડ શાક લુઝનું સેમ્પલ સ્થળ- જય હિંગળાજ રેસ્ટોરેન્ટ, રૈયા ચોકડી, જીવન નગર કોર્નર, રૈયા રોડ ખાતેથી (૪) જલેબી લુઝનું સેમ્પલ સ્થળ- અંબિકા ફરસાણ માર્ટ, પારેવડી ચોક પાસે, મોરબી રોડ ખાતેથી (૫) ફાફડા લુઝનું સેમ્પલ સ્થળ- અંબિકા ફરસાણ માર્ટ, પારેવડી ચોક પાસે, મોરબી રોડ ખાતેથી (૬) ફાફડા લુઝનું સેમ્પલ સ્થળ- વરિયા સ્વીટ માર્ટ, પારેવડી ચોક પાસે, મોરબી રોડ ખાતેથી (૭) પ્રણામી સ્પેશ્યલ ટોપરા ચિક્કીનું સેમ્પલ સ્થળ- ઠક્કર ગૃહ ઉદ્યોગ, એસ.કે. ચોક, ગાંધીગ્રામ ખાતેથી (૮) પ્રણામી માવા ચિક્કીનું સેમ્પલ સ્થળ- ઠક્કર ગૃહ ઉદ્યોગ, એસ.કે. ચોક, ગાંધીગ્રામ ખાતેથી (૯) તલની ચીકી લુઝનું સેમ્પલ સ્થળ- રાજશક્તિ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, એસ.કે. ચોક મેઇન રોડ, સૌંદર્ય બ્યુટી પાર્લર પાસે, ગાંધીગ્રામ ખાતેથી તેમજ (૧૦) શીંગ ચીકી લુઝનું સેમ્પલ સ્થળ-રાજશક્તિ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, એસ.કે. ચોક મેઇન રોડ, સૌંદર્ય બ્યુટી પાર્લર પાસે, ગાંધીગ્રામ ખાતેથી લેવાયું હતું. આ તમામ સેમ્પલમાં ભેળસેળ છે કે કેમ ? તેની ચકાસણી માટે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.