આઈપીએલની ધમાકેદાર પૂર્ણાહુતિ બાદ હવે રમતગમતના રસિયાઓ માટે ફૂટબોલના સૌથી મોટા રોમાંચની ક્ષણો શરૂ થવા જઈ રહી છે. આ વર્ષે યોજાનારા ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ના તમામ મુકાબલા ભારતીય સમય અનુસાર ક્યારે અને ક્યાં નિહાળી શકાશે, તેની સત્તાવાર વિગતો સામે આવી ચૂકી છે. અમેરિકા અને ભારતના સમય વચ્ચે મોટો તફાવત હોવાના કારણે, આ વખતે મેચ જોવા માટે ચાહકોએ મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી ટીવી સ્ક્રીન સામે સમય વિતાવવો પડશે.
કઈ ચેનલ અને એપ પર લાઈવ જોઈ શકાશે મેચ?
ભારતીય ફૂટબોલપ્રેમીઓ માટે સૌથી મોટા ખુશખબર એ છે કે આ મેગા ટૂર્નામેન્ટના પ્રસારણ અધિકારો લોન્ચ થયેલા તદ્દન નવા 'યુનાઈટ૮ સ્પોર્ટ્સ નેટવર્ક'એ પ્રાપ્ત કર્યા છે.
ટીવી પ્રસારણ
ભારતમાં ઝી (ZEE) નેટવર્કની સ્પોર્ટ્સ ચેનલો પર તમામ મેચોનું સીધું પ્રસારણ કરવામાં આવશે.
મોબાઈલ અને લેપટોપ
જે લોકો ડિજિટલ પ્લેટફોર્મ પર મેચ જોવા માંગે છે, તેઓ 'Zee5' (ZEE5) એપ અને વેબસાઈટના માધ્યમથી લાઈવ સ્ટ્રીમિંગ માણી શકશે.
આ પ્રસારણ ડીલ આગામી ૮ વર્ષ માટે નક્કી કરવામાં આવી છે, જે અંતર્ગત ૨૦૩૪ સુધીના તમામ મુખ્ય ફીફા ટૂર્નામેન્ટ્સ ઝી નેટવર્ક પર જ જોવા મળશે
ભારતીય સમય (IST) મુજબ મેચોનું ટાઈમિંગ
ઉત્તર અમેરિકાના ટાઈમ ઝોનને લીધે લીગ સ્ટેજના મોટાભાગના મુકાબલા ભારતીય સમય પ્રમાણે રાત્રે ૦૯:૩૦ વાગ્યાથી શરૂ થઈને આગામી સવારના ૦૯:૩૦ વાગ્યાની વચ્ચે અલગ-અલગ સમયે રમાશે. ટૂર્નામેન્ટનો પ્રારંભ ૧૧ જૂનથી થઈ રહ્યો છે, પરંતુ ભારતના દર્શકો માટે પહેલી લાઈવ મેચ ૧૨ જૂનની મધ્યરાત્રિએ ૧૨:૩૦ વાગ્યે (IST) શરૂ થશે
મોડી રાત અને વહેલી સવારના મુકાબલા:- ગ્રુપ સ્ટેજની ઘણી મેચો રાત્રે ૧:૩૦, ૩:૩૦, ૪:૩૦ તેમજ વહેલી સવારે ૬:૩૦ અને ૭:૩૦ વાગ્યે પણ શરૂ થવાની છે.
પ્રાઈમ ટાઈમ મેચો:- ભારતીય ચાહકો માટે સારી બાબત એ છે કે આર્જેન્ટિના વિરુદ્ધ ઓસ્ટ્રિયા અને પોર્ટુગલ વિરુદ્ધ ઉઝબેકિસ્તાન જેવી રોમાંચક મેચો રાત્રે ૧૦:૩૦ વાગ્યાના અનુકૂળ સમયે લાઈવ પ્રસારિત થશે.
હાઈ-વોલ્ટેજ લીગ મેચોનું ટાઈમ ટેબલ
૧૨ જૂન સવારે ૦૧:૩૦ ,મેક્સિકો વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, (ગ્રુપ A), મેક્સિકો સિટી
૧૩ જૂન,મધ્યરાત્રિએ ૧૨:૩૦,કેનેડા વિરુદ્ધ UEFAપ્લેઓફ A ,(ગ્રુપ B),ટોરોન્ટો
૧૩ જૂન,રાત્રે ૦૯:૩૦,બ્રાઝિલ વિરુદ્ધ મોરોક્કો, (ગ્રુપ C),ન્યૂયોર્ક
૧૭ જૂન,સવારે ૦૩:૩૦,ફ્રાન્સ વિરુદ્ધ સેનેગલ, (ગ્રુપ I,)ન્યૂ જર્સી
૧૮ જૂનમધ્યરાત્રિએ ૧૨:૩૦,આર્જેન્ટિના વિરુદ્ધ અલ્જીરિયા ,(ગ્રુપ J)કન્સાસ સિટી
૧૯ જૂનમધ્યરાત્રિએ ૧૨:૩૦,ઇંગ્લેન્ડ વિરુદ્ધ ક્રોએશિયા, (ગ્રુપ L),ડલાસ
૨૫ જૂન,સવારે ૦૩:૩૦,પોર્ટુગલ વિરુદ્ધ, ઉઝબેકિસ્તાન, (ગ્રુપ K)હ્યુસ્ટન