અમેરિકાના ટેકસાસના ફોર્ટ હડ ખાતે ૧૩ લોકોની હત્યાના દોષિત યુએસ આર્મીના ભૂતપૂર્વ મેજર નિદાલ મલિક હસનને ફાયરિંગ સ્કવોડ દ્રારા જાહેરમાં ફાંસી આપવામાં આવશે. યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે કહ્યું છે કે યુએસ આર્મી હસનની ફાંસીનું લાઇવ સ્ટ્રીમિંગ કરશે. હસનને ૩ ડિસેમ્બરે ટેકસાસના તે જ લશ્કરી બેઝ પર ફાંસી આપવામાં આવશે યાં તેણે હત્પમલો કર્યેા હતો. ૭૦ વર્ષથી વધુ સમયમાં આ પહેલી વાર બનશે યારે યુએસ આર્મી ફાયરિંગ સ્કવોડ દ્રારા ફાંસી આપશે.
રોઇટર્સના મતે, ૧૯૪૫ પછી યુએસ સૈન્યએ ફાયરિંગ સ્કવોડ દ્રારા ફાંસીની સજા ફટકારી નથી. ગુવારે રીઅલ અમેરિકન્સ વોઇસ સાથે વાત કરતા, હેગસેથે કહ્યું કે ફાંસીની પ્રક્રિયા જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે દલીલ કરી હતી કે જનતાએ આવા ગુનાઓના પરિણામો સમજવાની જર છે.અમે ખાતરી કરીશું કે લોકો તેને જોઈ શકે અને તે જાહેર ધ્ષ્ટ્રિએ હોય, કારણ કે લોકોને સમજવાની જર છે કે આવી બાબતોના ગંભીર પરિણામો આવે છે.
હેગસેથે વધુમાં જણાવ્યું હતું કે ફાંસી ફોર્ટ હડ ખાતે થવી જોઈએ કારણ કે હસને ત્યાં ઘાતક હત્પમલો કર્યેા હતો. તેમણે જણાવ્યું હતું કે રાઇફલ્સથી સ સૈનિકો ફાયરિંગ સ્કવોડનો ભાગ હશે. હેગસેથે સંકેત આપ્યો હતો કે ફાંસી ગુવારે બપોરે ૧ વાગ્યે, હત્પમલાના ચોક્કસ સમયે થશે.હેગસેથે કહ્યું, એક આર્મી મેજરએ પોતાના દેશ સાથે દગો કર્યેા. તેમણે હસનને ઇસ્લામિક કટ્ટરપંથી કહ્યો જેણે ફોર્ટ હડ ખાતે ઘણા અમેરિકનોની હત્યા કરી હતી. યુદ્ધ સચિવે કહ્યું, દેખીતી રીતે, અમે ફોર્ટ હડમાં આ કરી રહ્યા છીએ. હસન ભૂતપૂર્વ આર્મી મનોચિકિત્સક હતા જેમણે ૨૦૦૯ માં ટેકસાસના ફોર્ટ હડમાં ૧૩ લોકોની હત્યા કરી હતી.યુએસ આર્મીએ હસનને ૩ ડિસેમ્બર, ૨૦૨૬ ના રોજ બપોરે ૧ વાગ્યે (યુએસ સમય) ફાંસીની સજા નક્કી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application