રાજસ્થાનથી કોન્ક્રીટ ક્ધટેનરમાં જામનગર તરફ આવી રહેલો રૂ. બે કરોડની કિંમતનો શરાબનો જંગી જથ્થો ઝડપાતા ભારે ચકચાર મચી જવા પામી છે, આટલી મોટી માત્રામાં શરાબનો જથ્થો જામનગર તરફ આવી રહયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.
જેમાં રાજસ્થાની શખ્સની અટકાયત કરાઇ છે અને બે શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મળતી વિગત મુજબ અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના કોઠ પોલીસ મથકની હદમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વટામણ-બગોદરા હાઇવે પર એક શંકાસ્પદ કોંક્રેટ ક્ધટેનર ટ્રકને અટકાવતા વિદેશી દારૂનો મસમોટો જથ્થો સંતાડેલો મળી આવ્યો હતો, જિલ્લા એલસીબીની ટીમે બાતમી આધારે વોચ ગોઠવી હતી તે દરમ્યાન એક કોંક્રિટ ક્ધટેનર ટ્રકને રોકી તપાસ કરતા અંદર વિદેશી દારૂની ૧૫૫૫૨ બોટલો છુપાવેલી મળી આવી હતી.
આ જથ્થાની બજાર કિ. રૂ. ૨.૦૨ કરોડ છે સાથે જ ક્ધટેનર મોમાઇલ ફોન સહિતનો મુદામાલ મળી કુલ ૨.૨૭ કરોડની કિંમતનો મુદામાલ જપ્ત કરીને વધુ જીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસે ક્ધટેનર સાથે દારૂની મસમોટી ખેપ લઇને જઇ રહેલા મુલારામ દેવરામ જાટ રહે. બાડમેર, રાજસ્થાનની અટકાયત કરી છે તેમજ આરોપીની પ્રાથમિક પુછપરછમાં અનિલ પંડયા રહે. રાજસ્થાન દારૂના જથ્થાનો મુખ્ય સપ્લાયર પુરવઠાની ચેઇનનો મુખ્ય સંચાલક હોવાનુ તેમજ જામનગરનો અજાણ્યો શખ્સ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર હોવાનું સામે આવતા કુલ ૩ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનથી જામનગર જથ્થો લઇ જવામાં આવી રહયો છે એવી વિગતો બહાર આવી છે, ક્ધટેનરમાં ખાસ જગ્યામાં માલ અંદર છુપાવવામાં આવ્યો હતો, આથી વ્યવસ્થીત રીતે મોટાપાયા પર ચાલતું નેટવર્ક હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે, બીજી બાજુ જામનગરનો શખ્સ પણ એ બાબતે પણ જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય જીલ્લાની પોલીસને કામે લગાડી છે હાલ માતબર દારૂનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.