BREAKING NEWS

અઠવાડિયામાં જ વિદેશી રોકાણકારોએ બજારમાંથી રૂા. ૪૪,૧૬૬ કરોડ ઉપાડયા

  • October 12, 2026 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય શેરબજાર પ્રત્યે વિદેશી રોકાણકારોનો મિજાજ ફરી બગડો છે. ઓકટોબરના શઆતના દિવસોમાં જ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે એફપીઆઈએ ભારતીય ઈકિવટી બજારમાંથી . ૪૪,૧૬૬ કરોડ પાછા ખેંચી લીધા છે. સપ્ટેમ્બરના આખા મહિના દરમિયાન થયેલી વેચવાલી કરતાં ઓકટોબરના શઆતના દિવસોમાં થયેલો ઉપાડ વધારે છે.
ડિપોઝિટરીના આંકડા પ્રમાણે સપ્ટેમ્બરમાં એફપીઆઈએ ભારતીય શેરબજારમાંથી . ૩૫,૮૬૧ કરોડ પાછા ખેંચ્યા હતા. તેની સામે ઓકટોબરમાં અત્યાર સુધીમાં જ . ૪૪,૧૬૬ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ છે. આ સાથે વર્ષ ૨૦૨૬માં ભારતીય ઈકિવટીમાંથી વિદેશી રોકાણકારોનો કુલ ઉપાડ . ૩.૦૪ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. સમગ્ર ૨૦૨૫ દરમિયાન એફપીઆઈએ . ૧.૬૬ લાખ કરોડની વેચવાલી કરી હતી. એટલે ચાલુ વર્ષમાં વિદેશી નાણાંનો ઉપાડ ગયા આખા વર્ષ કરતાં પણ ઘણો વધી ગયો છે.
જુલાઈ અને ઓગસ્ટમાં વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં પાછા ફરી રહ્યા હોય તેવું લાગ્યું હતું. એનએસડીએલના આંકડા પ્રમાણે જુલાઈમાં એફપીઆઈએ ભારતીય ઈકિવટીમાં . ૨૦,૨૦૦ કરોડ અને ઓગસ્ટમાં . ૨૯,૬૩૧ કરોડનું રોકાણ કયુ હતું. સપ્ટેમ્બરથી સ્થિતિ અચાનક બદલાઈ અને વેચવાલી શ થઈ. ઓકટોબરમાં તેની ગતિ વધુ વધી છે.
વિદેશી રોકાણકારોની આ વેચવાલી પાછળ મુખ્ય ચાર કારણો ગણાવવામાં આવી રહ્યાં છે. આંતરરાષ્ટ્ર્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ઐંચા ભાવ, અમેરિકન ડોલરની મજબૂતી, અમેરિકન બોન્ડની યીલ્ડ ઐંચા સ્તરે પહોંચવી અને ઉત્તર એશિયાના બજારોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત શેરોમાં આવેલી તેજીને કારણે વૈશ્વિક મૂડી ભારતને બદલે બીજા બજારો તરફ વળી રહી છે.
ખાસ કરીને અમેરિકાના ૧૦ વર્ષના બોન્ડ પર પાંચ ટકાથી વધુનું લગભગ જોખમમુકત વળતર મળતું હોવાથી વિદેશી રોકાણકારો માટે ભારત જેવા ઊભરતા બજારમાં જોખમ લેવાનું આકર્ષણ ઘટું છે. તેની સાથે ડોલર મજબૂત થવાથી પિયો દબાણમાં આવે છે અને વિદેશી રોકાણકારોને કરન્સીનો વધારાનો જોખમ પણ રહે છે.
વિદેશી રોકાણકારોની સતત વેચવાલીની સીધી અસર ભારતીય શેરબજાર પર પડી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application