BREAKING NEWS

અમદાવાદ થી જુનાગઢ ટ્રકમાં જતો ૫૧ લાખનો ૫૦૦ પેટી વિદેશી દારૂ ઝડપાયો

  • February 26, 2026 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાતમાં હરિયાણા પંજાબ તેમજ રાજસ્થાન,મહારાષ્ટ્ર માંથી સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠીયાવાડના જુદા જુદા જિલ્લાઓમાં વિદેશી દારૂ ઘુસાડવાનું નેટવર્ક મોટા પ્રમાણમાં ધમધમી રહ્યું હોય સ્ટેટ મોનિટરિંગ સેલના વડા, તેમજ એસ.પી દ્વારા એસએમસીને સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાતમાં સતત મોનિટરિંગ રાખવા અને દારૂના નેટવર્ક ને તોડી પાડવા કરેલા આદેશના પગલે એસએમસીની ટીમે અમદાવાદથી જુનાગઢ પંથકમાં જઈ રહેલા ટ્રક ને જેતપુરના પીઠડીયા ટોલનાકા નજીક ઝડપી 500 પેટી વિદેશી દારૂ ના જથ્થા સાથે પાંચ આરોપીની ધરપકડ કરી હતી.


એસએમસી સુત્રો માંથી મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલિપ્ત રાય અને યુવા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસએમસીની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ તરફથી એક દારૂ ભરેલ ટ્રક જેતપુર તરફ જઈ રહ્યો છે તેવી મળેલ ચોક્કસ હકીકતના આધારે પીઠડીયા ટોલનાકા પાસે વોચ ગોઠવી ચોક્કસ દારૂ ભરેલ ટ્રક ત્યાંથી પસાર થતાં તેને અટકાવી હતી.


ટ્રેકની તલાસી લેતા અંદાજે ૫૦૦ પેટી દારૂ પકડી પાડવામાં આવ્યો હોવાની માહિતી મળે છે. જેની કિંમત રૂ.૫૧ લાખ હોવાનું અને દારૂ અને વાહનો મળી રૂ.૮૬ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી પાંચ આરોપીની ધરપકડ પણ કરી હાલ એસએમસીની ટીમે તમામ આરોપીની પૂછતાછ આદરી વિરપુર પોલીસ મથકમાં ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application