BREAKING NEWS

રતનપરમાં ખોટી નંબર પ્લેટ વાળી કારમાંથી 5. 61 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

  • January 08, 2026 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં દારૂના દૂષણ અને નિસ્ત નાબૂદ કરવા પોલીસ કમિશનર દ્વારા મહત્વની બ્રાન્ચો તેમજ જુદા જુદા ઝોનની પોલીસને કાર્યવાહી કરવાના કરેલા દેશના પગલે ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપીની સુચનાથી ડીસીબી ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન રતનપર ગામ શુભ હોટલ વાળી શેરીમાં ખોટી નંબર પ્લેટ લગાવેલી ક્રેટા કારમાંથી 5.61 લાખનો 432 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટના સહકાર રોડ કલ્યાણનગરના બુટલેગરને ઝડપી લીધો હતો જ્યારે અન્ય ત્રણ ના નામ ખુલ્યા હતા.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અને એસીપી બીબી બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરિમા પીએસઆઇ વી ડી ડોડીયા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.

તે દરમિયાન જયરાજભાઇ કોટીલા, પ્રદિપસિંહ જાડેજા રાજેશભાઈ જળુ,ને મળેલ ચોક્કસ બાતમીના આધારે રતનપર ગામ નજીક શુભ હોટલ વાળી શેરી માં ખોટી નંબર પ્લેટ લગાવેલ કારને અટકાવી તલાસી લેતા તેમાંથી 5.61 લાખનો 432 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કારચાલકને ઝડપી લીધો હતો.

ઝડપાયેલા બુટલેગરની પૂછપરછ હાથ ધરતા પોતાનું નામ મહિપાલ લગધીરસિંહ ઝાલા ઉંમર ૩૦ રહે કલ્યાણ નગર શેરી નંબર એક સહકાર રોડ રાજકોટ વાળો હોવાનું જણાવતા દારૂ કાર સહિત કુલ ૧૫.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. તેમજ દારૂ મંગાવનાર રાજકોટ ના આરોપી તેમજ દારૂનો જથ્થો ઉતારનાર રતનપર ના બુટલેગર તેમજ દારૂ જથ્થો સપ્લાય કરનાર અન્ય બે આરોપીની શોધખોળ શરૂ કરી છે ઝડપાયેલ આરોપી તેમજ પકડવાના બાકી આરોપી અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.

આ અંગેની કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ.આર ગોંડલીયા, પીઆઇ મનોજ ડામોર, પીઆઇ સીએચ જાદવ, પીએસઆઇ વીડી ડોડીયા, હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા, દિલીપભાઈ બોરીચા રાજેશભાઈ જ્ળુ,દિગપાલસિંહ જાડેજા, અમિત અગ્રાવત, સંજય રૂપાપરા, વિશાલ દવે સહિતની ટીમ જોડાઈ હતી.


દારૂ મંગાવનાર રતનપરના બુટલેગર સહિતની ત્રિપુટીની શોધખોળ

ક્રાઈમ બ્રાન્ચે રતનપરમાં કારમાંથી દારૂના જથ્થા સાથે ઝડપી લીધેલા મહિપાલ ઝાલાની પૂછપરછમાં આ દારૂ રતનપર ગામના બુટલેગર લકી રાજ ઉર્ફે લકી રઘુવીરસિંહ ઝાલા એ મંગાવ્યા ની તેમજ કારમાં દારૂનો જથ્થો બુટલેગર હિતેન્દ્રસિંહ ઝાલા તથા લકી રાજનો મિત્ર આરોપી એ ભરી આપી સપ્લાય કર્યાની કબુલાત આપતા ત્રિપુટીની શોધખોળ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application