રાજકોટ નજીક કાલાવડ રોડ પર આવેલી મેટોડા જીઆઈડીસી ઔધોગીક એરીયામાં વિદેશી દારૂના ખુલ્લા સ્ટેન્ડ અને દેશી દારૂની તો ૨૦ કે વધુ એકટીવાઓ પર વિસ્તારોમાં ખુલ્લ ેઆમ ચણા મમરાની રેકડીની માફક ફરીને વેચાણ થતું હોવાના આ દુષણથી ત્યાંના ઉધોગકારો અને સ્થાનીક લોકો ત્રાહીમામ પોકરી ચુકયા હોવાના આજકાલના અહેવાલના પગલે કલાકોમાં જ દારૂના દુષણના વાવટા સંકેલાઈ ગયા છે. સ્થાનીકોમાં એવી ચર્ચા ઉઠી રહી છે કે, કદાચ અજાણ પોલીસ હવે કડક બનશે કે થોડા વખત બાદ ફરી લીલીઝંડી આપશે આખં મીચામણા કરશે અને આ દારૂનું દૈત્ય પાછું ધમધમશે ?
મેટોડા જીઆઈડીસીમાં એક ગેઈટની અંદર જતા ખાણીપીણીના સ્થળ રેસ્ટોરન્ટ પર જ વિદેશી દારૂનું સ્ટેન્ડ હોવાનું અને ગમે તે અજાણ્યો વ્યકિત પણ જાય અને બોટલના જે ભાવ હોય તે આપે એટલે સીધા માગે તેટલા નગં આપી દેવાય એવું પણ કહેવાતું કે, પેટી માગો તો પેટી પણ મળી રહે. આવી રીતે ખુલ્લ ેઆમ બુટલેગર બેલડી વિદેશી દારૂનો લાખોનો વેપાર કરતી હતીની ચર્ચા છે. આવી જ રીતે દેશી દારૂનો તમારા દ્રારેની જેમ ૨૦ થી વધુ એકટીવામાં ધંધાર્થી બેલડી માણસો રાખીને ઔધોગીક વસાહતમાં દારૂના પાઉચોના કોથળાઓ આગળના ભાગે રખાવી ખુલ્લ ેઆમ રસ્તા પર શ્રમીકોની વસાહતો, ફેકટરીઓ નજીક હોમ ડીલેવરીની મુજબ દારૂના પાઉચ વેચાતા હતા.
એકટીવા પર દશ રૂપિયા પાઉચ દીઠ કમિશનમાં ખુલ્લ ેઆમ દેશી દારૂના પાઉચ વેચીને રોજીંદા ૧૫૦૦ કે વધુની કમાણી કરનારા ઈસમો પીપી મુળાક્ષર નામવાળી બુટલેગર બેલડીના માણસો હોવાની અને પોલીસ પણ કાંઈ કરતી ન હતી. અથવા અજાણ હતી કે, રહેતી હતીની વાતો, ચર્ચાઓ હતી. આવી રીતે ખુલ્લ ેઆમ વેચાણમાં રાજકોટ રૂરલ એલસીબી અને મેટોડા પોલીસ અજાણ હોય તેવું બને નહીં પરંતુ કહેવાય છે કે, જિલ્લ ા પોલીસમાં સુરજ જેવું ભળતું નામ ધરાવતા અને મેટોડામાં સ્થાનીક પોલીસમાં જોગી જેવું નામવાળા બે વ્યકિતની કૃપા હતી કે બન્ને નેટવર્ક સંભાળતા હતા તેવી ચર્ચા ચાલી હતી.
સત્ય જે હોય તે રાજકોટ રૂરલ પોલીસ અજાણ હતી ? લીલીઝંડી હતી ? સુરજ–જોગીની જોડી વહીવટદાર હતી ? કે પછી આવું કાંઈ નહોતું ? પરંતુ શનિવાર સમી સાંજ બાદ હાલ તો વિદેશી દારૂના સ્ટેન્ડના પાટીયા પડી ગયા છે અને દેશીના પાઉચના કોથળા લઈને દોડતા એકટીવા બધં થઈ ગયા છે. કારખાનેદારો, સ્થાનીક લોકોએ હાશકારો અનુભવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech