મોરબીના મોટી વાવડી ગામે રૂા.૩.૭૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબીના મોટી વાવડી ગામે રૂા.૩.૭૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
June 08, 2026 06:16 AM
મોરબીના મોટી વાવડી ગામે વાડીની ઓરડીમાંથી વિદેશી દાનો જથ્થો મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોટી વાવડી ગામે રહેતા વિજયસિંહ સજુભા જાડેજા એ મોટી વાવડી ગામે ગુંદાવાડી સીમમાં પોતાની વાડીની ઓરડીમાં વિદેશી દાનો છુપાવીને રાખ્યો હોય અને તેનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી વિદેશી દાની બોટલ નગં ૨૦૧૬ કીમત .૩,૭૪,૯૭૬ નો મુદામાલ કબજે કરી આરોપી વિજયસિંહને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી