BREAKING NEWS

ચોટીલા હાઈવે પરથી રૂા.૩૨.૭૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

  • May 18, 2026 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યાત્રાધામ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર સાંગાણી વિદેશી દાની હેરાફેરી કરતો કન્ટેનર ટ્રક સાથે નાની મોટી દાની બોટલ નગં ૨૪૨૧૬ મળી કુલ . ૪૭.૭૬ લાખનો મુદ્દામાલ જ કરી ને નાસી છૂટેલ ટ્રક ચાલક સહિતના સામે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હાઇવે ના સાંગાણી ગામ પાસે ની શ્રી કૃષ્ણ હોટેલ સામે ફિલ્મી ઢબે દરોડાની મળતી વિગતો અનુસાર, ચોટીલા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ–રાજકોટ નેશનલ હાઈવે પર થાનગઢથી પૂર્વ દિશામાં આશરે ૦૪ કિલોમીટર દૂર સાંગાણી ગામની સીમમાં આવેલી 'શ્રી કૃષ્ણ હોટેલ' સામે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ચોટીલા બી બીટ વિસ્તારમાં રોડ પરથી પસાર થતાં એક ટાટા કંપનીના કન્ટેનર ટ્રક (રજીસ્ટ્રેશન નં.એચઆર૪૬ડી ૮૧૨૩ને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દાનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કન્ટેનર ટ્રકની તલાશી લેતા તેમાંથી વિદેશી દાની નાની–મોટી કુલ ૨૪,૨૧૬ બોટલો મળી આવી હતી. જેની અંદાજિત કિંમત . ૩૨,૭૬,૦૮૦ થાય છે. પોલીસે આ દાના જથ્થા સાથે . ૧૫, લાખ ની કિંમતનું ટાટા કંપનીનું કન્ટેનર ટ્રક પણ જ કયુ છે. આમ, પોલીસે કુલ . ૪૭,૭૬,૦૮૦નો મુદ્દામાલ કબ્જે કરી પીએસઆઈ જે. કે. રાઠોડના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ સરદારસિંહ બારડ દ્રારા ઁ સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દરોડા દરમિયાન કન્ટેનર ટ્રકનો ચાલક પોલીસને જોઈને સ્થળ પર જ ટ્રક મૂકીને નાસી જવામાં સફળ રહ્યો હતો. ચોટીલા પોલીસે આ મામલે પ્રોહીબીશન ધારાની કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ ગુનો નોંધી નાસી ગયેલા શખસોની શોધખોળ શરૂ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News