રાજકોટ શહેરમાં શરાબ શોખીન રસિયાઓને શરાબ પૂરો પાડવા બુટલેગરો સક્રિય થયા છે તો બીજી તરફ દારૂના ધંધાથી ઓને ઝડપી લેવા પોલીસે પણ શસ્ત્ર સજાવ્યા છે ત્યારે પીસીબી બ્રાન્ચના પીઆઈ ની સૂચનાથી ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે કુવાડવા રોડ પર બે પોઇન્ટ 60 લાખનો 204 બોટલ વિદેશી દારૂ રેઢો મળી આવ્યો હતો જે અંગે કારના નંબર ના આધારે બુટલેગરની શોધખોળ શરૂ કરે છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેરમાં દારૂના ધંધાર્થીઓ પર વોચ રાખવા અને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર દરોડા પાડી દારૂ ઝડપી લેવા કરેલા આદેશના પગલે પીસીબી બ્રાન્ચના પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરી અને પીઆઇ એમ જે હૂણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બીપી ત્રાજિયા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી.
તે દરમિયાન પીસીબીના કરણ મારુ અને રાહુલ ગીરી ગોસ્વામીને હકીકત મળી હતી કે કુવાડવા રોડ પર વિદેશી દારૂનો જથ્થો ભરેલ થાર કાર પડી છે તેવી બાતમીના આધારે ટીમ કુવાડવા રોડ પર દોડી ગઈ હતી અને કારની તલાસી લેતા કારમાં કોઈ વ્યક્તિ મળી ન આવી હતી પરંતુ અલગ અલગ બ્રાન્ડનો 204 બોટલ વિદેશી દારૂ કિંમત 2,60,400 નો મળી આવતા દારૂ કાર સહિત કુલ 12, 60,400નો મુદ્દા માલ કબજે કરી કાર જી જે 03 એન કે 3002ના નંબરના આધારે બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.
આ અંગેની કામગીરીમાં પીઆઇ ગોંડલીયા, પીઆઇ એમ જે હૂણ, પીએસઆઇ પી બી ત્રાજિયા, એ.એસ.આઇ સંતોષભાઈ મોરી, મયુરભાઈ પાલરીયા, મહિપાલસિંહ, દેવરાજભાઈ ક્ળોતરા, કુલદીપસિંહ જાડેજા યુવરાજસિંહ રાણા, વિજય મેતા, વાલજીભાઈ જાડા, નગીનભાઈ ડાંગર હિરેન સોલંકી હિતેન્દ્ર પરમાર, હરદેવસિંહ, રાહુલગીરી, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા કરણ મારુ,સહિતની ટીમ રોકાઈ હતી.