રાજકોટ શહેરમાં દારૂના દૂષણ અને નિસ્ત નાબૂદ કરવા પોલીસ કમિશનર દ્વારા મહત્વની બ્રાન્ચો તેમજ જુદા જુદા ઝોનની પોલીસને કાર્યવાહી કરવાના કરેલા દેશના પગલે ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપીની સુચનાથી ડીસીબી ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન રામનાથપરા જૂની જેલ નજીક નવયુગપરા પાસે સ્વીફ્ટ કારમાં 2.78 લાખના વિદેશી દારૂ સાથે કારચાલક આરોપીને ઝડપી જરૂરી કાર્યવાહી હાથધરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અને એસીપી બીબી બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરિમા પીએસઆઇ વી ડી ડોડીયા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.
તે દરમિયાન અમિત અગ્રાવત જયરાજભાઇ કોટીલા અને દિલીપભાઈ બોરીચા ને મળેલ ચોક્કસ બાતમીના આધારે રામનાથપરા જૂની જેલ નજીક નવયુગપરામાં સ્વિફ્ટ કાર જી.જે ૧૦ એ.પી. ૮૩૧૧ને અટકાવી કારની તલાસી લેતા તેમાંથી 180 એમએલની કુલ 864 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 2.78.764નો દારૂ તેમજ કાર કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ 6,78,784 નો મુદ્દામાલ કબજે કરી આરોપી દિલીપ શંકરભાઈ પરમાર ઉંમર વર્ષ 22 રહે જનકપુરી આવાસ યોજના ક્વાર્ટર્સ સાધુવાસવાણી રોડ રાજકોટ વાળા ની ધરપકડ કરી હતી.
આ અંગેની કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ.આર ગોંડલીયા, પીઆઇ મનોજ ડામોર, પીઆઇ સીએચ જાદવ, પીએસઆઇ વીડી ડોડીયા, હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા, દિલીપભાઈ બોરીચા રાજેશભાઈ જ્ળુ,દિગપાલસિંહ જાડેજા, અમિત અગ્રાવત, સંજય રૂપાપરા, વિશાલ દવે સહિતની ટીમ જોડાઈ હતી.