વનવિભાગે બરડા અભ્યારણ્યમાંથી બે બુટલેગરોને દબોચ્યા

  • May 08, 2025 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં વનવિભાગની ટીમે બરડાડુંગરમાં દરોડો પાડીને દા‚ની ભઠ્ઠીનો નાશ કર્યો હતો તે ઉપરાંત જિલ્લામાં હજારો ‚પિયાનો દેશી દા‚ મળી આવતા પોલીસે અનેક શખ્શો સામે કાર્યવાહી કરી છે.
વનવિભાગની કામગીરી
પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક અક્ષય જોષી તથા એ.સી.એફ. રાજલબેન પાઠકના સીધા માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. મલય મણિયારની ટીમ દ્વારા રાણાવાવ રેન્જની બીલેશ્ર્વર રાઉન્ડની બરડા અભ્યારણ્ય જંગલની અંદરની અજમાપાટ બીટમાં અંધારી વિસ્તારમાંથી દેશી પીવાના દા‚ની ભઠ્ઠી મળી આવેલ  હતી. આ બનાવસ્થળ પરથી અંદાજીત એક બેરલમાં ૨૦૦ લીટર આથો ભરાયેલ હોય તેવા પ્લાસ્ટિકના બેલર નંગ  -૬ અને આથો અંદાજિત ૧૦૦૦ લીટર તથા પતરાના બોઇલર બેરલ નંગ -૪ પતરાના ખાલી બેરલ નંગ ૧૨, આ તમામ મુદામાલનો સ્થળ પર નાશ કરવામાં આવેલ હતો. આ ગુન્હા અન્વયેના આરોપી સાજણ જીવાભાઇ  કોડીયાતર અને કાના વેજા મોરી, રહે. કાઢીયાનેશની અટક કરી અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમની જોગવાઇ મુજબ ગુન્હો નોંધી ગુન્હા પેટે રકમ ‚ા.૨૦,૦૦૦નો દંડ વસુલ કરી જેની આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
દા‚ના અન્ય દરોડા
જાવર ગામના યુસુફ ઇસાક હાલેપોત્રાને સુભાષનગરમાંથી ૮૦૦ ‚ા.ના દા‚ સાથે પકડી લીધો હતો. છાયાના ભીમરાવચોકમાં રહેતા જેસીંગ લખમણ શીંગરખીયાને ચોપાટીની ફૂટપાથ પાસેથી ૨૦૦ ‚ા.ના દા‚ સાથે પકડી લીધો છે. મૂળ કુતિયાણાના માંજાપરામાં અને હાલ ઉદ્યોગનગરના આશાપુરા ચોક નજીક રહેતા નિલેષ ઉર્ફે નીલીયો કેશુ બાપોદરાને ૨૪૦૦ ‚ા.ના દા‚ સાથે પકડી લેવામાં આવ્યો હતો.ખાપટના નાનજી રામાભાઇ ચુડાસમાને ૪૦૦ ‚ા.ના દા‚ સાથે વાછરાડાડાના મંદિર પાસેથી પકડી લીધા બાદ તેની પૂછપરછ કરતા આ દા‚ તેને ખાપટની પંચાયત ઓફિસ પાસે રહેતા મિતેશ શશીકાંત ભુવાએ પૂરો પાડયાની કબુલાત કરતા તેની સામે પણ ફરિયાદ દાખલ થઇ છે. આદિત્યાણાના કાદીપ્લોટમાં રહેતા અશોક જીવણ મકવાણાને ૨૦૦ ‚ા.ના દા‚ સાથે, કુતિયાણાની રસુલવાડીમાં રહેતા મુનીર ગુલમહમદ પઠાણને ૨૦૦ ‚ા.ના દા‚ સાથે, મુળ માધવપુરના ગુંદાળી વિસ્તારમાં રહેતા મહેશ નાગજી કરગટીયાને ૮૦૦ ‚ા.ના દા‚ સાથે પકડી લીધા છે. 
પોરબંદરમાં સ્કૂટરમાં બીયરના ત્રણ ટીન સાથે યુવાન ઝડપાયો
પોરબંદરના રાવલીયાપ્લોટ શેરી નં. ૩માં રહેતો વિવેક વિરમભાઇ આગઠ આશાપુરા ચાર રસ્તેથી સ્કૂટરમાં બીયરના ત્રણ ટીન સહિત ૨૦,૭૫૦નો મુદ્ામાલ લઇને નીકળતા પોલીસે ધરપકડ કરી છે. 
ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ત્રણ ઇસમો ઝડપાયા
પોરબંદરની આર.જી.ટી. કોલેજના કમ્પાઉન્ડમાં રહેતા ભાવિન ધનજી વાળાતથા રાણાવાવના તોસીફ રફીક સુમરાને એમ.જી. રોડ પર ટ્રાફિકને અડચણ‚પ રીક્ષા પાર્ક કરતા પકડી લેવાયા છે. તે ઉપરાંત મૂળ માધવપુરના ગુંદાળી વિસ્તારમાં રહેતા મહેશ નાગજી કરગટીયાને નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી લેવાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application