BREAKING NEWS

જામનગર : મીઠાપુર ટાટા કેમિકલ લિમિટેડના સિમેન્ટ પ્લાન્ટમાં દીપડો દેખાતા વન વિભાગ હરકતમાં

  • November 04, 2025 10:19 AM 

વન વિભાગની ટીમ સક્રિય બની, બે પાંજરા મુકાયા

દ્વારકા તાલુકાના મીઠાપુર વિસ્તારમાં આવેલ ટાટા કેમિકલ્સ લિમિટેડ કંપનીના સિમેન્ટ પ્લાન્ટની આસપાસના વિસ્તારમાં દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.



માહિતી મુજબ, ટાટા કેમિકલ લિમિટેડના સિમેન્ટ પ્લાન્ટ પાસે આવેલ બગીચાના વિસ્તારમાં 1 નવેમ્બર અને 2 નવેમ્બરના રોજ સીસીટીવી કેમેરામાં દીપડો સ્પષ્ટ રીતે કેદ થયો હતો. આ દૃશ્ય સામે આવતા જ વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું.



વન વિભાગની ટીમ હાલ દીપડાની શોધખોળ માટે સક્રિય કામગીરી કરી રહી છે. દીપડાને પકડવા માટે બે અલગ અલગ જગ્યાએ પાંજરાં મુકવામાં આવ્યા છે તેમજ ટીમ રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે.



હાલ દીપડાના તાજા ફૂટમાર્ક મળી આવ્યા નથી, છતાં સુરક્ષાની દ્રષ્ટિએ વિસ્તારને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યો છે. કંપનીના પાછળના ભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.


​​​​​​​વન વિભાગ દ્વારા નજીકના વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે એકલાં બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ કોઈને દીપડો જોવા મળે તો તરત જ વન વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application