BREAKING NEWS

કાળાસર સહકારી મંડળીમાં ફોર્મ રદ, ગોલમાલ મામલે ચૂંટણી સ્થગિત: શોકોઝ નોટિસ ફટકારી

  • August 29, 2026 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.૩૧મીના રોજ જરૂરી પુરાવા સાથે હાજર રહેવા હત્પકમ, ચૂંટણી અધિકારી સુરેશ ઝાપડિયાનું રાજીનામું: આરડીસી બેંકના ડિરેકટર અરવિંદ તાગડિયા અને ઝોનલ મેનેજર હર્ષદ કાકડિયાના ઇશારે ૧૩ ફોર્મ રદ કરાયાનો આક્ષેપ હત


જસદણ તાલુકાના કાળાસર ગામે આવેલી કાળાસર જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં એક જ પેનલના ૧૩ ફોર્મ રદ કરવા મામલે આરડીસી બેંકના ડિરેકટર અરવિંદ તાગડિયા અને જોનલ મેનેજર હર્ષદ કાકડીયાના ઇશારે ૧૩ ફોર્મ રદ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જે અંગે બોર્ડ ઓફ નોમીની કોર્ટ દ્રારા જવાબદારોને સમન્સ પાઠવી શોકોઝ જ નોટિસ ફટકારવામાં આવી છે અને તા.૩૧ સુધીમાં જરૂરી આધાર પુરાવા કાગળો સાથે હાજર રહેવા હત્પકમ કરવામાં આવ્યો છે આ તકે ચૂંટણી પણ સ્થગિત કરવામાં આવી છે તેમજ ચૂંટણી અધિકારી સુરેશ ઝાપડિયાઅ રાજીનામું કરી દીધું છે.
જસદણ પંથકના સહકારી આગેવાને અરવિંદ તાગડિયાઅ  ભૂંડી ભૂમિકા ભજવીને એક તરફી નિર્ણય લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે એક પેનલના તમામ ફોર્મ માન્ય યારે બીજી પેનલના ચકાસણીની જાણ કર્યા વગર જ રદ કરી દેવા હતા આ સમયે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો  સહકારી મંડળીની ચૂંટણી ૨૫ વર્ષ બાદ યોજાવા જઈ રહી છે અને ત્યારે જ સમગ્ર પ્રક્રિયા વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે. મંડળીની ૧૬ બેઠક માટે કાળુભાઈ તલાવડિયા અને સંજયભાઈ હરખાણીની પેનલ વચ્ચે સીધો મુકાબલો નક્કી થયો હતો અને કુલ ૩૭ ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. જો કે, ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ સંજયભાઈ હરખાણીની પેનલના ૧૬ માંથી ૧૩ ઉમેદવારોના ફોર્મ અચાનક રદ કરી દેવાતા સ્થાનિક સહકારી રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો હતો બીજી તરફ, સામા પક્ષે કાળુભાઈ તલાવડિયાની પેનલના તમામ ૧૬ ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવતા પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. અરવિંદ તાગડિયા અને હર્ષદ કાકડીયાના ઈશારે મંડળીની કચેરી બધં હોવા છતાં ફોર્મમાં ખાનગી રાહે ચકાસણી થયાનો વિરોધ
(અનુ. ૧૧મા પાને



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application