BREAKING NEWS

રાજકોટ જિલ્લની વિવિધ સમિતિઓના ચેરમેનની તા.૨૦ના રોજ વિધિવત નિમણૂક

  • July 18, 2026 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લ ા પંચાયતના સમિતિઓના ચેરમેનની આગામી તારીખ ૨૦ જુલાઈના રોજ વિધિવત નિમણૂક કરવામાં આવશે. ત્યારે દરેક સમિતિના સભ્યોને નક્કી કરેલા સમયે જિલ્લ ા પંચાયત ખાતે હાજર રહેવા જણાવ્યું છે. તેમજ કોઈ પણ સમિતિમાં નક્કી થયા મુજબ કોઈ નવા જ ચહેરાને ચેરમેન તરીકેની તક અપાશે કે કેમ તે પણ સ્પષ્ટ્ર થઈ જશે.  જિલ્લ ા પંચાયતથી પ્રા માહિતી મુજબ, રાજકોટ જિલ્લ ા પંચાયત ખાતે દરેક સમિતિઓના ચેરમેનની વિધિવત નિમણૂકની પ્રક્રિયા તા.૨૦ને સોમવારના રોજ કરવામાં આવશે. ત્યારે દરેક સમિતિના સભ્યોને નક્કી કરાયેલા સમયે હાજર રહી ચેરમેન નિમણૂક પ્રક્રિયામાં સહભાગી થવા જણાવાયુ છે. સમિતિઓના સમયની વાત કરીએ તો ઉત્પાદન સહકાર સિંચાઈને સવારે ૧૧:૩૦, કારોબારીને સવારે ૧૦:૩૦, અપીલને બપોરે ૨:૦૦, સામાજિક ન્યાયને બપોરે ૧:૦૦, આરોગ્યને બપોરે ૧૨:૩૦, શિક્ષણને બપોરે ૧૨:૦૦, બાંધકામને સવારે ૧૧:૦૦ અને મહિલા બાળ વિકાસને બપોરે ૧:૩૦ વાગ્યે રાજકોટ જિલ્લ ા પંચાયતના સભા ખંડમાં હાજર રહેવા પરિપત્ર જાહેર કરાયો છે. આ દરમિયાન સમિતિના નક્કી કરેલા દરેક સભ્યો વિધિવત રીતે પોતાની સમિતિના ચેરમેનને સમર્થન જાહેર કરીને ચૂંટશે. ત્યારે અહીં એ પણ ચર્ચા છે કે આશરે એક અઠવાડિયા પહેલા દરેક સમિતિના સભ્યોની જાહેરાત બાદ કોણ ચેરમેન બનશે તે નક્કી થઈ ગયું હતું. ત્યારે અંતિમ સમયે કોઈ નવા જ ચહેરાને તક મળે છે કે કેમ તે જોવું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application