જૂનાગઢ તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લ : પંચાયતની વંથલીની કણઝા બેઠક પર આપના ઉમેદવાર પ્રવીણ ચાવડાની જીત બાદ લુશાળા સ્થિત તેમના ખોરાસા દ્વારકાધીશ મિલ પર વિજય સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પોતાના આગવા અંઘજમાં ભાજપના જ તેમના વિરોધીઓ પર આકરા પ્રહારી કરતા જૂનાગઢના રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવી લાવી દીધો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપના ઉમેદવાર વિજેતા થયા બાદ જવાહરભાઈ ચાવડા જિંાબાદના નારા લાગ્યા હતા. જોકે કણઝા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો ભવ્ય વિજય થયા જવાહરભાઈ ચાવડા વિજેતા ઉમેદવારના ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોને સંબોધન કર્યું હતું. જવાહરભાઈ ચાવડાએ પોતાની આગવી શૈલીમાં કરેલા સંબોધનમાં ઉંદરને દીપડો બનાવ્યો હતો હવે ફરી ઉંદર બનાવી દીધો તેનો દાખલો આપ્યો હતો. જવાહર ચાવડાએ સત્તા અને અહંકારમાં રાચતા વિરોધીઓને આડે હાથ લેતા એક માર્મિક વાર્તા દ્વારા જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે મહાત્મા અને ઉંદરનો દાખલો આપતા જણાવ્યું કે, અમે જ અમુક ઉદરડાને દીપડા બનાવ્યા હતા પણ તેમને ફરી ઉંદર બનાવતા પણ અમને આવડે છે. તેઓના કહેવાનું તાત્પર્ય એ પણ હોઈ શકે પ્રજાને માન આપતા પણ આવડે છે અને શાન ઠેકાણે લાવતા પણ આવડે છે. તેમના આ નિવેદનને ભાજપના સ્થાનિક નેતાઓ સામેના સીધા પ્રહાર તરીકે જોવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોઈપણ સભા કે ટેલિફોનિક સૂચના વગર કાર્યકરીએ જે પરિણામ લાવી બતાવ્યું તેમ કહી જવાહર થાવડાએ જણાવ્યું હતું કે મેં કોઈને ફોન નથી કર્યો કે કોઈ સભા નથી કરી છતાં તમે જે પરિણામ આપ્યું છે તે તમારી શક્તિ અને નિષ્ટ (નો વિજય છે, શાંતિ અને સંયમથી કામ કરી તમે સાબિત કર્યું છે કે સત્ય ક્યારેય પરાજિત થતું નથી. નોંધનીય છે કે કણઝા સીટ પર ભાજપના સ્થાનિક અગ્રણીના પુત્રવધૂની હાર થઈ છે. આ જીત પાછળ જવાહર ચાવડાનું મજબૂત અને મોન સમર્થન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ફાર્મ હાઉસ પર જવાહરભાઈ ચાવડાને ખભે ઉચકી આવકારવામાં પણ આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કણજા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયા બાદ જવાહરભાઈ ચાવડા જિલ્લબાદના પણ નારા લાગ્યા હતા.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ યોજાયેલી સભામાં જવાહરભાઈના આગવો અંગ્રેજ જોવા મળતા આગામી સમયમાં જૂનાગઢના રાજકારણમાં મોટા સમીકરણો બદલાશે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે.