રાજકોટ ટીઆરપી ગેમઝોન અિકાંડમાંથી બચવા માટે પાપ છુપાવવા બોગસ દસ્તાવેજી પુરાવાઓ મીનીટસ બુક બનાવવાના કૌભાંડ કરનાર પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાનો ક્રાઈમ બ્રાંચ દ્રારા જેલમાંથી કબજો લઈને આજે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે. ગેમઝોનના ગેરકાયદે બાંધકામથી લઈ નકલી રજીસ્ટર ઉભું કરી અસલી રજીસ્ટરનો નાશ કરવા સુધીના પાપમાં સાથ દેનાર સાગઠીયાના સાગરીત એવા પુર્વ એટીપી ગૌતમ જોષીની પણ સંડોવણી ખુલતા તેની ધરપકડનો પણ તખતો તૈયાર કરાયો છે.
ગેમઝોનનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અગાઉ ટીપી શાખા દ્રારા નોટીસ દેવાઈ હતી. ગેમઝોન સળગી ઉઠયો અને બાળકો સહિત ૨૭ લોકોના મોત થતાં આ મોતનો માંચડો નહીં તોડી પાડી કૌભાંડના ગુનામાં પુર્વ ટીપીઓ સાગઠીયા, એટીપી જોષી, મકવાણા સહિતનાની ધરપકડ કરાઈ હતી અને એ દરમિયાન ક્રાઈમ બ્રાંચની સીટની તપાસમાં એવું ખુલ્યું હતું કે, ગેમઝોન સળગ્યો ત્યારે આ ગેરકાયદે બાંધકામનો દોષારોપણ પોતાના પર ન આવે અને આ બાંધકામ રેગ્યુલાઈઝ કરવા માટે ઈમ્પેકટ ફી હેઠળ કાર્યવાહી ચાલતી હતી તેવું દર્શાવવા માટે ટીપી શાખાની સાગઠીયાની ટીમે વધુ એક કારસ્તાન કયુંર્ હતું. આગ લાગ્યાની રાત્રે જ મનપાની કચેરીમાંથી અસલી રજીસ્ટરનો નાશ કરી આ ગેમઝોનનો ઈમ્પેકટ ફી માટેની અરજી આવ્યાનું નકલી રજીસ્ટર અને પુરાવાઓ ઉભા કર્યા હતા.
સરકારી બોગસ દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરવાનું કારસ્તાન બહાર આવતા ક્રાઈમ બ્રાંચે પુર્વ ટીપીઓ સાગઠીયા સહિતના સામે વધુ એક ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં એટીપી રાજેશ મકવાણા અને ઈજનેર જયદીપ ચૌધરીની ધરપકડ કરી રીમાન્ડ મેળવ્યા હતા. બન્નેની પુછપરછમાં સાગઠીયાના ઈશારે નકલી રજીસ્ટર બનાવાયું પ્રાથમીક તબકકે બહાર આવ્યું છે. આ ઉપરાંત અસલી રજીસ્ટર સળગાવી નાખવાનું તેમજ નકલી રજીસ્ટર ઉભું કરવાનો માસ્ટર પ્લાન કે આવી સુચના એટીપી ગૌતમ જોષીએ આપી હતી એવું હાલના તબકકે બહાર આવ્યું છે. સાગઠીયા અને તેનો સાગરીત જોષી બન્ને અત્યારે પહેલા ગુનામાં જેલ હવાલે થયા હતા. નકલી મીનીટસ બુક આગ લાગ્યાના એક દિવસ બાદ તા.૨૭ના રોજ ટીપી શાખાના વોટસએપ ગ્રુપમાં એટીપી રાજેશ મકવાણા મારફતે મેસેજ મુકાવીને તાત્કાલીક ટીપી શાખાના સ્ટાફની મીટીંગ બોલાવાઈ હતી. આ મીટીંગમાં બોગસ મીનીટસ બુકમાં સહી કરી દેવા માટે કર્મચારીઓને દબાણ કરી સહીઓ કરાવી લીધી હતી. જે ગુનામાં જેલમાંથી સાગઠીયાનો ગઈકાલે કબજો લેવાયો છે અને આજે રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાશે. અિકાંડના ગુનામાં પાંચ દિવસના રીમાન્ડ પર રહેલા જમીન માલીક અશોકસિંહ જગદીશસિંહ જાડેજાના રીમાન્ડ આજે પુરા થતાં કોર્ટમાં રજુ કરાતા જેલ હવાલે થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech