રાજકોટની ભાગોળે આવેલ મેટોડા જીઆઇડીસી માં આવેલી સૌરાષ્ટ્ર્ર ગ્રામીણ બેંક ( ગુજરાત ગ્રામીણ બેંક)ની શાખામાં ફરજ બજાવતા રાજકોટના ૮૦ ફુટ રોડ પર નંદગાવ ટાવરમાં રહેતા બેંકના પૂર્વ મેનેજર દ્રારા પોતાના હોદ્દાનું ઉપયોગ કરી બેંક ખાતાના ધારકોના એકાઉન્ટ નો પોતાના અંગત ઉપયોગ માટે વાપરી ગ્રાહકોના ડોકયુમેન્ટસ ના આધારે બીજાના હોવાનું દેખાડી બેંકમાંથી લોન મેળવી બેંક સાથે ૩૪ લાખની ગેરરીતી આચાર્યની મેટોડા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાય છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જુનાગઢ ના દેસાઈ નગર માં રહેતા જેન્તીલાલ જીવણભાઈ ખાંટ ઉમર ૬૫ વાળાએ મેટોડા પોલીસ મથક માફિયા નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ મેટોડા જીઆઇડીસી માં આવેલ ગુજરાત ગ્રામીણ બેંક(સૌરાષ્ટ્ર્ર ગ્રામીણ બેંક)ના પૂર્વ મેનેજર દલસુખ હરિભાઈ ડઢાણીયાએ પોતાના હોદ્દાનો દુપયોગ કરી બેંક સાથે ૩૪ લાખથી વધુની છેતરપિડી આચરી હોવાની ફરિયાદ મેટોડા પોલીસ મથકે કરી હતી.
આ અંગેની વિગતો મુજબ, જૂનાગઢ રીજીયોનલ ઓફિસના નિવૃત્ત મેનેજર જયંતિલાલ જીવણભાઈ ખાંટે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી દલસુખભાઈ ડઢાણીયા વર્ષ ૨૦૧૫થી ૨૦૧૮ દરમિયાન મેટોડા શાખામાં મેનેજર તરીકે કાર્યરત હતા. આ સમયગાળા દરમિયાન તેમણે કરેલી નાણાકીય ગેરરીતિઓ બેંકના ઇન્ટરનલ ઓડિટ અને વિજિલન્સ તપાસમાં બહાર આવી હતી.
આ બાબતે બેંક દ્રારા લોધીકા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના પગલે કોર્ટે સી.આર.પી.સી. ૧૫૬(૩) મુજબ પોલીસ ફરિયાદનો હત્પકમ કર્યેા હતો,વધુમાં જાણવા મળ્યા મુજબ
આરોપી દલસુખભાઈ હરિભાઈ ડઢાણીયા એ ગ્રાહક વિનોદભાઈ જમનભાઈ બુસા નામના વ્યકિતના ડોકયુમેન્ટ વગર તેમની જાણ બહાર ૩ લાખની સી સી સુવિધા ચાલુ કરી નાણાં ઉપાડી લીધા હતા.
આ ઉપરાંત કેવીનભાઈ મેંદપરા અને પ્રીતીબેન પાટડીયા જેવા ગ્રાહકોના નામે મશીનરીઅને બ્યુટી પાર્લરના સામાન માટે લાખોની લોન મંજૂર કરી હતી, પ્રીતીબેનના કિસ્સામાં ૨ લાખની લોન પાસ કરી તેમને માત્ર ૨૫,૦૦૦ આપી બાકીની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. 'બાલાજી એન્જીનીયર્સ' નામની પેઢીને યોગ્ય તપાસ કે સીબીલ રિપોર્ટ વગર ૨૪ લાખની ટર્મ લોન આપી દીધી હતી.
તપાસ દરમિયાન બહાર આવ્યું કે લોન લેનાર વ્યકિત પેઢીનો માલિક જ ન હતો, આરોપીએ પોતાની સત્તાની મર્યાદા બહાર જઈને પોતાના માતા વજીબેનના નામે ૩ લાખનું પાક ધિરાણ મંજૂર કરી લીધું હતું. આ ઉપરાંત ખોટા એલ ટી સી કલેઈમ પણ રજૂ કર્યા હતા.
બ્રાંચ મેનેજર તરીકેની સત્તાનો દુપયોગ કરી, બૈકના નીતિ–નિયમોનું ઉલ્લંઘન કરી ૩૪ લાખથી વધુની ગેરરીતિ આચરતા મેટોડા પોલીસે ગુનો નોંધી આ કૌભાંડમાં અન્ય કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે આ અંગેની વધુ તપાસ પીએસઆઇ એન બી ઝાલા ચલાવી રહ્યા છે.