કોંગ્રેસ–ભાજપ સહિત ૧૦ ઉમેદવારના ફોર્મ મંજૂર, ૬ રદ

  • April 20, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની રાજકોટ બેઠકની ચૂંટણી માટે ગઈકાલ સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. આજે ઉમેદવારો, તેમના વકીલો અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. ભાજપના પરશોતમ પાલા, કોંગ્રેસના પરેશભાઈ ધાનાણી અને બસપાના ચમનભાઈ નાગજીભાઈ સવસાણીના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય સાત અપક્ષના પણ ફોર્મ પણ મંજૂર રાખવામાં આવ્યા છે. ચાર અપક્ષ ઉમેદવારના ફોર્મ નામંજૂર થયા છે અને ભાજપ તથા કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારના ફોર્મ મંજૂર થયા પછી બંનેના ડમી ઉમેદવારો અનુક્રમે મોહનભાઈ કુંડારીયા અને હેમાંગભાઈ વસાવડાના ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે.

સોમવારે બપોરે ૦૩:૦૦ વાગ્યા સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે અને ત્યાર પછી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ્ર થશે. આજે ચકાસણી દરમિયાન જે ૧૦ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે તેમાં ભાજપના પરસોત્તમભાઈ પાલા કોંગ્રેસના પરેશભાઈ ધાનાણી બહત્પજન સમાજ પાર્ટીના ચમનભાઈ નાગજીભાઈ સવસાણીનો સમાવેશ થાય છે.

અપક્ષ તરીકે ફોર્મ ભરનાર અમરનાથ દેસાણી પ્રકાશભાઈ સિંધવ ભાવેસભાઈ આચાર્ય નયનકુમાર ઝાલા નીરલભાઈ અજાગિયા જીેશ લુહાર ભાવેશભાઈ પીપળીયાનો સમાવેશ થાય છે.ભાજપના સત્તાવાર ઉમેદવારનું ફોર્મ મંજૂર થતા તેના ડમી ઉમેદવાર મોહનભાઈ કલ્યાણજીભાઈ કુંડારીયા નું ફોર્મ રદ થયું છે આવી જ રીતે કોંગ્રેસના સતાવાર ઉમેદવાર પરેશભાઈ ધાનાણીનું ફોર્મ મંજુર થતાં ડમી ઉમેદવાર હેમાંગભાઈ વસાવડાનું ફોર્મ નામંજૂર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અપક્ષોમાં રામજીભાઈ વેગડા ડાભાઈ મેરાણ સુભાષભાઈ પંડા સોની મહાજન નરેન્દ્રભાઈના ફોર્મ રદ કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application