જામનગરના બર્ધન ચોક, પાટોડી ફળીમાં વર્લી મટકાનો જુગાર રમતા બે શખ્સ ઝપટમાં આવ્યા હતા અને પંચેશ્ર્વર ટાવર પાસે બે વર્લીબાઝને દબોચી લેતા એકનું નામ સામે આવ્યુ હતું.
જામનગરના મુલ્લામેડી રોડ પાટોડી ફળીમાં રહેતા મિલન ઉમેશચંદ્ર વિંછી અને અયાન ફૈઝલ નાલબંધ આ બંને શખ્સોને આ વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા રોકડા ૩૫૦ અને આંકડા લખેલી કાપલી સાથે પકડી લીધા હતા.
આ ઉપરાંત જામનગરના સાત રસ્તા સર્કલ ખાતે રહેતા વનરાજ કરશન પરમાર, ચુનાના ભઠ્ઠા પાસે રહેતા અલતાફ જુમા ગોધાવીયા આ બંનેને પંચેશ્ર્વર ટાવર પાસે વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૨૧૦૦ અને આંકડા લખેલી સ્લીપ સાથે દબોચી લીધા હતા. આ ઉપરાંત જામનગરના મોહસીન મજીદ બુખારી નામના શખ્સનું નામ ખુલ્યુ હતું.