દ્રારકા તાલુકાના મૂળવાસર ગામે રહેતા ફરીયાદી દેવલબેન વેજાભા લખુભા માણેક (ઉ.વ. ૩૬) દ્રારા દ્રારકા પોલીસ મથકમાં તા. ૨૧–૦૫–૨૦૨૦ ના રોજ જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મુળવાસર ગામે રહેતા આરોપીઓ કરશનભા જેસાભા ભઠડ, અર્જુનભા કરશનભા ભઠડ, વેજાભા ખેંગારભા ભઠડ તથા કાંયાભા ઘોઘાભા માણેક નામના ચાર શખ્સો દ્રારા ગુનાહિત ઇરાદા સાથે ફરીયાદી દેવલબેનના ઘરે આવી અને તેમના ભાણેજ દિનેશભા નાગશીભા સુમણીયાને આરોપી વેજાભાની પત્ની સાથે બોલવા–ચાલવા બાબતે તકરાર થયેલ હોય, જે અંગે થયેલી પોલીસ ફરીયાદનો ખાર રાખીને આરોપીઓએ ગત તારીખ ૨૧–૦૫–૨૦૨૦ ના રોજ જઈ, ત્યાં દિનેશભા હાજર હોય, જે આરોપીઓને જોઈ જતા તે મમાં જતા રહેલ. તેમ છતાં આરોપીઓએ મમાં જઈને આરોપી કરશનભા જેઠાભા અને અર્જુનભા કરશનભા પાસે રહેલી છરી વડે ફરીયાદી દેવલબેન તથા તેના ભાણેજ દિનેશભાને બેફામ માર માર્યેા હતો.
જેના કારણે દિનેશભાને માથાના ભાગે તેમજ પેટ, વાંસા, પગ અને છાતીના ભાગે આડેધડ છરીના ઘા મારી, જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત આરોપી વેજાભા પાસે રહેલી લાકડી અને આરોપી કાયાભા પાસે રહેલા લોખંડના પાઈપ વડે દિનેશભાને માથાના ભાગે તેમજ શરીરે ઘા મારી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી હતી. જેના કારણે દિનેશભા નાગશીભા સુમણીયાનું મૃત્યુ નિપયું હતું. આ દરમિયાન તેને બચાવવા સાહેદ લખુભા ગગાભા માણેક તથા તેમના પત્ની સુંદરબેન વચ્ચે પડતા તેઓને પણ માર મારી, ઈજાઓ કરી હતી, આ સમગ્ર પ્રકરણ અંગે દેવલબેન વેજાભાની ફરિયાદ પરથી દ્રારકા પોલીસે તમામ ચાર આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યેા હતો.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્રારકાના પી.આઈ. વિશાલ વાગડિયા દ્રારા તપાસ હાથ ધરી અને લાગતા વળગતા સાહેદોના નિવેદનો નોંધ્યા હતા. જેમાં જરી પુરાવાઓ એકત્રીત કરી અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કયુ હતું. આ પ્રકરણમાં દ્રારકાની એડિશનલ સેશન્સ કોર્ટના જજ કે.જે. મોદીની કોર્ટમાં કેસ ચાલી જતા કુલ ૨૬ સાક્ષીઓની કરવામાં આવેલી તપાસ તેમજ ફરીયાદી અને નજરે જોનાર સાહેદ દેવલબેન તથા તબીબોની લેવાયેલી જુબાની સાથે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્રારા કરવામાં આવેલી લંબાણપુર્વકની દલીલો ધ્યાને લઈ એડી. સેસન્સ જજ કે.જે.મોદી દ્રારા આરોપીઓને માનવ વધની કલમ ૩૦૨ સાથે વંચાતા કલમ – ૧૧૪ હેઠળ તકસીરવાન ઠેરવી આજીવન કેદ (જન્મટીપ) ની સજા અને જુદી જુદી કલમ હેઠળ કુલ . ૩૧ હજારનો દડં ફટકારતો હત્પકમ કર્યેા છે.આ સમગ્ર કાર્યવાહી દ્રારકાના પી.આઈ. વી.વી. વાગડીયા, જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડા, એ.એસ.આઈ. આર.ટી નાખવા, કિશોરભાઈ મેર તેમજ શકિતસિંહ ડી. જાડેજા દ્રારા કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech