BREAKING NEWS

ફરિયાદીને ફસાવવા જતા લૂંટ નો પ્લાન બનાવનાર ચાર એજન્ટ ઝપટે ચડી ગયા

  • October 10, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં પોલીસના નામે રેસકોર્સ લવગાર્ડન નજીક ૩૨ લાખની રોકડ ભરેલા થેલાની લૂંટમાં લુંટારુ ટીઆરબી જવાન સહિતના ચાર સાગરીતોને ઝડપી એક દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ હાથ ધરતા લુટ ના બનાવમાં ચોકાવનારા ષડયંત્રનો પર્દાફાસ કરી ચાર કમિશન એજન્ટ ને ઉઠાવી લેતા સનસનાટી મચી જવા પામી છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ માં 32 લાખની લૂંટમાં પ્રનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપી ટ્રાફિક બ્રિગેડ સહિત ચારે આરોપીના રિમાન્ડ મેળવ્યા બાદ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને ડીસીપી ઝોન ટુ રાકેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ આરોપીઓની પૂછપરછમાં લૂંટના બનાવ પરથી પડદો ઊંચકી મોટા ષડયંત્રનો ઘટસ્ફોટ કરી એગ્રીકલ્ચર પ્રોડક્ટ અનાજ કઠોળ કપાસના અલગ અલગ પેઢીમાં કમિશનથી લે વેચનો ધંધો કરતા વધુ ચાર આરોપીઓને ઉઠાવી લીધા છે.

આ અંગે જાણવા મળ્યા મુજબ લૂંટનો ભોગ બનેલા વેપારી સમીરભાઇ તેમજ તેના મિત્ર શૈલેષ મનસુખભાઇ દલસાણીયા, નીશાંત અશોકભાઇ બોરસદીયા, તથા ભાવેશભાઇ મોલીયા વિગેરે એગ્રીકલ્ચર પ્રોડકટ અનાજ,કઠોળ કપાસ વિગેરેનું અગલ અલગ પેઢીમાં કમિશન થી લે-વેચનો ધંધો કરે છે.

જેમાં ભાવેશ મોલીયા ની " સ્વાદવન ફુડ " નામે પેઢી આવેલ છે તેનો ઉપીયોગ નીશાંત પટેલ વેપાર ધંધા માટે કરતો હતો બેન્ક અકાઉન્ટના આઇ ડી પાસવર્ડ તેમજ ચેક બુક વિગેરે નીશાંત પાસે રહેતી હતી અને નીશાંત ભાવેશને કમીશન આપતો હતો જે કમીશનના આશરે ૨.લાખ ભાવેશને નીશાંત પાસેથી લેવાના હતા તે આપતો નહતો અને શૈલેષ પટેલ અને નીશાંત પટેલ ભાવેશના મોલીયાના કોમન મિત્ર છે આજથી ત્રણેક મહીના પહેલા નીશાંતે કોઇ વેપારીના ૬૦ લાખ ભાવેશની "સ્વાદવન ફુડ ” પેઢીના એકાઉન્ટમાં જમા કરાવેલ જેનો મેસેજ

ભાવેશને મોબાઇલ ફોનમાં આવેલ જેથી જાણ થયેલ જેથી તેની જાણ ભાવેશે શૈલેષને કરેલ અને નિશાંત પાસે પોતે કમીશનના રૂપીયા બે લાખ માંગે છે. જે રૂપિયા આપતો નથી અને ખોટો પોતાના પેઢીના એકાઉન્ટનો ઉપીયોગ કરે છે તેમ વાત કરેલ.

શૈલેષને રૂપીયાની જરૂરત હોય જેથી તેણે કહેલ કે તારા એકાઉન્ટમાં જે રૂપીયા આવેલ છે તે ઉપાડી લઇએ તેમ વાત કરેલ અને આકામેના ફરીયાદી સમીરભાઇ પંડયા જે ભાવેશ તથા શૈલેષનો મીત્ર હોય જે પણ કમીશન થી વેપાર ધંધો કરે છે તેણે કહેલ કે મારી પાસે વડોદરાની એક પાર્ટી છે તેના એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરી નાખો પછી તે આપણને પરત આરટીજીએસ કરી આપશે જેથી સમીરભાઇ ના કહેવાથી ભાવેશના એકાઉન્ટમાંથી રૂ. 50 લાખનું વડોદરાના દીપેશ ઠકકર ની પેઢીના એકાઉન્ટમાં આરટીજીએસ કરેલ હતુ અને પછી દીપેશભાઇ ઠકકરે શૈલેષ પટેલની " એકતા એન્ટરપ્રાઇઝ " પેઢીના એકાઉન્ટ માં આરટીજીએસ કરેલ હતું. રૂપીયા ૬૦ લાખ શૈલેષે લઇ લીધેલ હતા. અને તેમાંથી રૂા. ૫૦ હજાર ભાવેશને આપેલ હતા.

ભાવેશના એકાઉન્ટમાંથી રૂ. ૬૦ લાખ ઉપડી ગયેલની નિશાંતને જાણ થતા ભાવેશને રૂપીયા બાબતે પુછતા ખોટી હકીકત જણાવેલ કે મારે એક પાર્ટીને પેમેન્ટ આપવાનું હતું તેને મે ચેક આપેલ હતો તેણે ઉપાડી લીધેલ છે. જેથી નીશાંતે શૈલેષ પટેલને વાત કરતા શૈલેષ પટેલે નિશાંને પોતાની ઓફીસે બોલાવેલ અને ભાવેશ પાસેથી રૂ|.૬૦ લાખ પોતે બે ચાર દિવસમાં અપાવી દેશે તેમ કહીને બીજા દિવસે રૂ..૩૫ લાખ નીશાંતને આપેલ અને રૂા.૨૫ લાખ બાકી રાખેલ હતા અને પોતે તે બાબતે જવાબદારી લીધેલ અને કહેલ કે મારે રૂપીયાની જરૂરત છે હુ બેન્કમાં લોન મુકવાનો છુ લોન મંજુર થઈ જશે એટલે હુ રૂપીયા આપી દઇશ તેમ જણાવેલ હતુ પરંતુ શૈલેષ પટેલે રૂપીયા આપેલ ન હતા.



કમિશન એજન્ટોએ આ રીતે રચ્યું લૂટનું તરકટ અને બની ગયા આરોપી

તા.૦૭/૧૦/૨૦૨૫ ના રોજ સમીરના મિત્ર અશોકભાઈ ઝાલા નાઓને રોકડા રૂપીયાની જરૂરત હોય જેથી રૂ. ૪૧/- લાખ સમીર સાથે વાત કરી શૈલેષ પટેલ ના એકતા એન્ટરપ્રાઇઝ ના બેંક એકાઉન્ટમાં નાખેલા હતા જે રોકડામાં રૂપાંતરીત કરવા માટે તેઓએ નિશાંત પટેલનો સંપર્ક કરેલ જેથી શેકડા આપવા માટે નીશાંતે હાં પાડેલ અને સમીર પાસેથી ૩૨ નીશાંતે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લઇ તેના રોકડા રૂપીયા સમીરભાઇને પોતે આપી દેશે તેમ જણાવેલ,પરંતુ નીશાંતને પોતાના અગાઉના ૨૫ લાખ શૈલેષ પટેલ પાસેથી લેવાના બાકી હતા જેથી નિશાંત તેમજ તેના સાળો અમીત ઉર્ફે કાનો સુરેશભાઈ ઉનડકટ (જોકર ગાંઠીયારથ વાળો) અને તુષાર ઉર્ફે વિક્રમ કામાણીનાઓએ કાવત્રુ રચેલ અને ફરીયાદી સમીરભાઇ પંડયાને બનાવ વાળી જગ્યાએ રૂપીયા લેવા બોલાવી અને રૂપીયાનો થેલ આપી તેને શંકા ન જાય તે રીતે સમીરભાઇ પંડયા પાસેથી રૂપીયા નો થેલો ગમે તે ભોગે લઇ લેવા માટે એક બીજાનો સંપર્ક કરી વાતચીત કરેલ અને અમીત ઉર્ફે કાનો જે આરોપી હેમરાઝ (શાહબાઝ મોટાણી) જે ટી.આર.બી.ની તેમજ તેની સાથેના ત્રણ માણસોને બોલાવી બધાએ ભેગા મળીને આ કામના ફરીયાદીને ગમે તે રીતે રૂપીયા પડવી લેવાનું કાવતરું રચ્યું હતું. સમીર રૂપિયા ક્યાંથી આવ્યા તેની કોઇ સાબીતી ન હોય જેથી ગભરાઈ જઈને પોલીસ પાસે જશે નહી, અને આપેલા તમામ રૂપીયા સીધી લીટીમાં પરત આરોપીઓ પાસે આવી જશે અને કોઇ પોલીસ ફરીયાદ થશે નહી તેવું વિચારી ગુનાહીત કાવતરૂ રચી, ફરીયાદીને બનાવ વાળી જગ્યાએ બોલાવી રૂપીયા આપી અને શાહબાઝે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી રૂપીયા બાબતે સાબીતી માંગી, ભયમાં મુકી તેના અન્ય ત્રણ સાગરીતો ને ૩૨ લાખનો થેલો આપી તેમના બનાવેલા ગુનાહીત કાવતરા મુજબ વર્તી ફરીયાદી પાસેથી રૂપીયાનો થેલાની લુંટ કરી લઇ તમામ જતા રહેલ હતા.



ક્રાઈમ બ્રાન્ચે ઉઠાવી લીધેલા વધુ ચાર આરોપી

નીશાંત અશોકભાઈ બોરસદીયા-પટેલ, ઉવ.૨૪, ધંધો ઈમ્પોર્ટ એક્ષપોર્ટ, રહે. એલીના એલીગન્સ એપાર્ટમેન્ટ, ફલેટ નં.૩૦૧, સીલ્વર ગોલ્ડ સોસાયટી, નાના મૌવા ,અમીત ઉર્ફે કાનો સુરેશભાઈ ઉનડકટ-લોહાણા, ઉવ.૩૩, ધંધો વેપાર, રહે. ખોડીયારનગર, શેરી નં.૪, સહકાર મે.રોડ, તુષાર ઉર્ફે વિક્રમ ભરતભાઇ કામાણી રહે. કોઠા ભાદુકીયા ગામ તા.કાલાવડ, ઉયદભાઇ વિક્રમભાઇ ગરણીયા ઉવ. ૨૦ રહે. બજરંગ રેસીડન્સી રાજકોટ મુળ નવાગામ તા.કોટડા સાંગાણી વાળાને ઝડપી લીધા હતા.

મહેશ વાઘેલા પાસેથી દસ લાખ જેટલી લૂંટની રકમ કબ્જે કરાઈ

રેસકોર્સ માંથી 32 લાખના છેલ્લા સાથેની લૂંટમાં ઝડપાયેલા ટ્રાફિક બ્રિગેડના સાગરીત એવા આરોપી મહેશ વાઘેલાએ થેલાની લૂંટ ચલાવી ભાગ્યા બાદ મહેશે કળા કરી 32,00,000 માંથી 10 લાખ જેટલી રકમ પોતે કાઢી પોતાના ઘરમાં રાખી દીધી હતી જે રિમાન્ડ દરમિયાન બહાર આવતા પ્ર પોલીસે લૂંટના નાણા કબજે કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application