શહેરના લાતી પ્લોટ શેરી નં-13 નજીક જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કુલ રૂ.10,470ની મત્તા કબ્જે કરી હતી.પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, લાતી પ્લોટ શેરી નં-13 જામનગર ટ્રાન્સપોર્ટ સામે જાહેરમાં કેટલાક શખસો તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે જે બાતમીના આધારે દરોડો પાડી જયદીપ ગાંડુભાઇ ગમારા (રહે-કુવાડવા રોડ, ગણેશનગર), શામજી દલુરામ રાઠોડ (રહે-નરસીનગર, આરટીઓ ઓફિસ પાછળ), જીતેન્દ્ર કમાભાઈ ચુડાસમા (રહે-રોહિદાસ પરા મેઈન રોડ), દેવજી પાલભાઈ જાદવ (રહે-રોહિદાસપરા શેરી નં-7)ને ઝડપી લઇ રોકડ 10,740ની રોકડ કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.
બીજા દરોડામાં નાના મવા રોડ રાજનગર ચોક પાસે શખસ વરલીના આંકડા લખી જુગાર રમાડી પૈસાની હારજીત કરતો હોવાની બાતમીના આધારે માલવીયાનગર પોલીસે દરોડો પાડી વર્લીનો જુગાર રમાડતો મહિપાલ વલકુભાઈ બસિયા (રહે-લક્ષ્મીનગર આવાસ ક્વાર્ટર બ્લોક નં-11 ક્વાર્ટર નં-2987)ને ઝડપી લઇ રોકડ અને વર્લીનું સાહિત્ય કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.