કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે એગ્રીબીજ સેન્ટર દુકાનમાં ટેબલના ખાનામાં લોક તોડી ને રૂપિયા ૧, ૪૨,૬૦૦૨ ચોરી કરીને નાસી છૂટયા હતા અને એગ્રીબીજ સેન્ટર દુકા ખુલ્લી મુકીને બાથરૂમ કરવા જતા તે દરમીયાન ચાર ઈસમો દુકાનમાં પ્રવેશ કરીને ટેબલના ખાનામાંથી લોક તોડીને રોકડ રૂપિયા ચોરી કરી નાસી ગયેલ અને તે ઘટનાની કિશોરભાઈ હરિભાઈ ઉકાણી ઉ.વ ૬૧એ તાત્કાલિક પોલીસને જાણ કરેલ અને એલસીબી અને કોટડા સાંગાણી પોલીસ સંયુક્ત રીતે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હતાં.
તે દરમ્યાન ગણતરીની કલાકોમાં તસ્કરોને ટેકનિકલ સોર્સ ની મદદથી રાજગઢ અને માણેકવાડા ચોકડી પાસેથી ચાર તસ્કરોને ઝડપી,ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલવામાં એલસીબીના પીઆઈ ઓડેદરા પીએસઆઇ ભીમણી અને એલસીબીના ઇન્દ્રજીતસિંહ રમજુભાઈ જાડેજા જયવિરસિંહ ચંદુભાઈ રાણા અનિલભાઈ ગુજરાતી મનોજભાઈ બાયલ, ભગીરથસિંહ જાડેજા, મહિપાલસિંહ ચુડાસમા અને કોટડા સાંગાણી પોલીસ ઇન્ચાર્જ પીઆઈ ગોહિલ દિલીપભાઈ ખાચર, જીતેન્દ્રભાઈ કુકડીયા, અરવીદભાઈ રાજપરા તેમજ એલસીબી અને કોટડા સાંગાણી પોલીસે તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કરી ફોરવીલ કાર લઈને આવેલ તસ્કરોને માણેકવાડા રાજગઢ રસ્તેથી ઝડપી લીધા હતા એલસીબી અને કોટડા પોલીસ બંને ટીમે સંયુક્ત કામગીરી કરી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
ઝડપાયેલા આરોપોમાં ભાવનગર જિલ્લાના ગારિયાધાર ગામના આરોપી વિકી વેલસી સેખલીયા, મહેશ ઉર્ફે મયલો મગન સોલંકી, વિજય મનુ સોલંકી, સાગર મધુ સોલંકી, રહે ગારીયાધર ભાવનગરની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.