BREAKING NEWS

અમરેલી કલેકટર કચેરી-રામ જન્મભૂમિમાં ચાર બૉમ્બ ફૂટશે ઈ-મેઈલથી ધમકી

  • January 24, 2026 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્કૂલ-કોલેજ, એરપોર્ટ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના પબ્લિક પેલેસ બૉમ્બથી ઉડાવી દેવાની વખતો વખત ફોન ને ઇમેઇલ મારફતે ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. ગઈકાલે અમદાવાદની આઠથી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે શાળા સંચાલકો ને વાલીઓમાં દોડધામ મચી ગઈ હતી, જે બાદ અમરેલી કલેકટરના ઇમેઇલ આઈડીમાં મેસજ આવ્યો હતો અને રામજન્મ ભૂમિ અને કલેકટર કચેરીમાં ટૂંક સમયમાં ચાર જેટલા શક્તિસાળી બૉમ્બ ફૂટશે પહેલા કલેકટર કચેરી ખાલી કરો ધમકી ભર્યા મેસેજને લઈને અમરેલી એસઓજી સહિતની પોલીસ ટિમ દોડી ગઈ હતી.


પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લા કલેકટરના ઈ-મેઈલ આઈડી પર અજાણ્યા અરુનદલેકુમાર હોટમેઈલ.કોમ પરથી અજાણ્યા વ્યક્તિએ મેઈલ કર્યો હતો અને તેમાં લખ્યું હતું કે, એલટીટી ડીએમકે યોજના, રામ જન્મભુમિ મંદિર અને કલેક્ટર ઓફિસમાં ટૂંક સમયમાં ૪ શક્તિશાળી બોમ્બ ફૂટશે પહેલા કલેકટરને ખાલી કરો, ધમકી ભર્યા મેઈલ મળતાની સાથે જ કલેકટર કચેરીના જન સંપર્ક અધિકારીએ પોલીસને જાણ કરતા એસઓજી, એલસીબી સહિતની ટિમ કલેકટર કચેરીએ પહોંચી તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતા રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ પોલીસના સઘન ચેકિંગના પગલે અરજદારોમાં પણ ગભરાટ જોવા મળી હતી. બનાવને લઈને કલેકટર કચેરીના ડિઝાસ્ટર મામલતદાર અને જાણ સંપર્ક અધિકારી અશોકકુમાર જીવનલાલ મકવાણા (ઉ.વ.૫૬)એ અજાણ્યા શખ્સ સામે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application