રાજકોટ
સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આવતીકાલ તા. રહી મેથી ચાર દિવસ માટે રાજકોટમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝનું ભવ્ય એક્ઝિબિશન સૌરાષ્ટ્ર પ્લાસ્ત-૨૦૨૬ યોજાવા જઈ રહ્યું છે. આજી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આવેલા એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ ભવ્ય એક્ઝિબિશનમાં પ્લાસ્ટિકના અગ્રણી ઉત્પાદકો ઉપસ્થિત રહેશે. આ એક્ઝિબીશનનું ઉદઘાટન કેન્દ્રનાં એમ એસ.એમ ઈ મંત્રાલયનાં મંત્રી જીતનરામ માંઝી અને થમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયા ખાસ ઉપસ્થિત રહેવાના છે.આ એક્ઝિબીશન અંગે માહિતી આપતા સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ જે કે પટેલ, મંત્રી પરેશ હાંસલિયા અને આ એક્ઝિબીશનના વેરમેન અરુણ રોકડે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પ્લાસ્ટ-૨૦૨૬ની આ ચોવી એડીરાનનો ઉદઘાટન સમારોહ તા કુને બુધવારે સવારે ૧૦ વાગ્યે વશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટના સંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલા, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા અને દર્શીતાબેન શાહ ઉપરાંત પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશનનાં ચેરમેન રવિશ કામત, ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસો.ના પ્રમુખ અનિશ પટેલ અને ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસો.ના પ્રમુખ સુનિલ શાહ વગેરે ઉપસ્થિત રહેશે. આ એકિઝબીશનમાં પ્લાસ્ટિક મશીનરી, આનુષંગિક ઉપકરણો, મોલ્ડ અને ડાઈ, પેકેજિંગ મશીનરી, પેકેજિંગ સામગ્રી, ઉમેરણો, કાચો માલ, માસ્ટરબેચ, અર્ધ-તૈયાર ઉત્પાદનો, તૈયાર ઉત્પાદનો (પ્રોપ્લાસ્ટ), ઓટોમેશન, પરીક્ષણ ઉપકરણો અને ઈલેક્ટ્રિકલ ઉત્પાદનો વગેરે પ્રદર્શિત કરાશે. આ એક્ઝિબીશનમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા અનેક મોટા ઉદ્યોગપતિઓ ભાગ લેવાના છે.