જામનગર શહેરના બેડી વિસ્તારમાં ગંજીપતા વડે જુગાર રમતા ચાર શખ્સોને ૭૨ હજારની રોકડ મળી કુલ ૨.૯૭ લાખના મુદામાલ સાથે એલસીબીએ દબોચી લીધા હતા.
જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સુચનાથી એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ સી.એમ. કાંટલીયા, પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો શહેર તથા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના અરજણભાઇ, મયુદીનભાઇ, ઘનશ્યામભાઇને મળેલ ખાનગી હકીકત આધારે શહેરના બેડી શનીદેવ મંદિર પાછળ ચોકમાં જાહેરમાં અમુક માણસો ગોળ કુંડાળુ વળી ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમે છે તેવી હકીકત આધારે દરોડો પાડી શાંતીનગર શેરી નં. ૪માં રહેતા સુરૂભા શીવુભા ઝાલા, રાંદલનગરના અરવિંદસિંહ બટુકસિંહ રાયજાદા, આનંદ કોલોનીના બિમલ મનજી ચનીયારા, ખાનકોટડાના જીવરાજ મોહનભાઇ ગલાણીને રોકડા ૭૨.૪૦૦, ૩ મોબાઇલ કિ. ૧૫ હજાર, ૩ મોટરસાયકલ કિ. ૨.૧૦ લાખ મળી કુલ ૨.૯૭.૪૦૦ના મુદામાસ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી .