ખીમરાણા ગામમાં પાના ટીંચતા ચાર શખ્સ ઝપટે ચડયા

  • March 15, 2024 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝાડીમાં પોલીસ પ્રગટી : રોકડ અને ગંજીફો કબ્જે

જામનગર નજીક ખીમરાણા ગામ નદી કાંઠે બાવળની ઝાડીમાં તિનપતીનો જુગાર રમતા ચાર શખ્સોને પકડી લેવાયા હતા.
ખીમરાણા નદી કાંઠે કેટલાક શખ્સો જુગાર રમે છે એવી બાતમીના આધારે પંચ-એ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં તિનપતીનો જુગાર રમતા ખીમરાણા કાંકરીયા વાડી વિસ્તારમાં રહેતા રાજેશ રવજી ધારવીયા, ખીમરાણાના રણજીતસિંહ હેમતસિંહ ચુડાસમા, દેવુભા ઉમેદસિંહ જાડેજા અને વિક્રમસિંહ ધીરુભા જાડેજા નામના ચાર શખ્સોને રોકડ ૫૫૮૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application