BREAKING NEWS

મોરબીમાં ઘુંટું રોડ પર ઓફિસમાં જુગાર રમતા કોંગ્રેસ અગ્રણી સહિત ચાર ઝડપાયા

  • August 04, 2026 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી સ્થાનિક પોલીસને ઐંઘતી રાખી ઓફિસમાં ધમધમતા જુગાર ધામ પર સરહદી રેન્જ ટીમે રેઇડ કરી જુગાર રમતા કોંગ્રેસ અગ્રણી સહિત ચારને ઝડપી લઈને રોકડ  ૧.૮૫ લાખ તેમજ ૪ મોબાઈલ અને બે વાહન સહિત કુલ . ૫.૮૪ લાખનો મુદામાલ જ કર્યેા છે.સરહદી રેન્જ ટીમે બાતમીને આધારે ઘુંટું ગામની સીમમાં આવેલી ઘુંટું રોડ પરની રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં રેઇડ કરી હતી ઓફિસમાં જુગાર રમતા જગદીશ ભગવાનજીભાઈ અઘારા, શૈલેષ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ સનારીયા, યોગેશ લમણભાઈ પટેલ અને જયેશ શાંતિલાલ કાલરીયા (કોંગ્રેસ અગ્રણી) એમ ચારને ઝડપી લીધા હતા. પોલીસે રોકડ રૂા.૧,૮૫,૩૦૦ અને ૪ મોબાઈલ કિંમત રૂા.૧૪,૦૦૦ તેમજ બે વાહન કિંમત રૂા.૩,૨૫,૦૦૦ સહિત કુલ રૂા.૫,૨૪,૩૦૦નો મુદામાલ જ કર્યેા છે અને મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News