BREAKING NEWS

બી.એ.ડાંગર કોલેજના માલીકના પુત્ર સહિત ચારનો હિચકારો હુમલો

  • October 13, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં દિવસેને દિવસે પોલીસનો ડર ઓસરી રહ્યો છે લુખ્ખાઓ અને માથાભારે તત્વો શહેરમાં ગભરુ પ્રજાને રંજાડી, મની અને મસલ્સનો પાવર બતાવી રહ્યા હોય તેવા અનેક બનાવો પોલીસ દફતરે નોંધાય છે તેઓ જ વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં ડાંગર કોલેજના માલીકના પુત્રએ સાગરીતો સાથે રાખી તુ મારા કેસમાં સાક્ષી રહેલ છો કહી મારમારી હુમલો કરી ધમકી આપ્યાની ચાર સામે ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી ધોરણસર ની કાર્યવાહી કરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ જામનગર રોડ પર ડાંગર કોલેજ પાછળ 25 વારિયા ક્વાર્ટર્સ 556માં રહેતા અને ડ્રાઈવીંગ કામ કરતા શની યોગેશભાઈ સોની ઉ.૩૦ નામનો યુવાને ડાંગર કોલેજના માલીકનો પુત્ર આત્મીય આહિર , સતીશ જળુ, સાગર ગઢવી અને એક અજાણ્યા શખસ સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરીયાદમાં સની કાગદડાએ જણાવ્યુ હતુ કે પોતે પ્રાઈવેટ કાર ચલાવતા હોય અને રાજકોટથી હીરાસર એરપોર્ટ સુધી કારમાં પેસેન્જરને લેવા મૂકવા જતો હોય તે વેળાએ ગ્રીનલેન્ડ ચોકડી પાસે કાર રાખી તેના મિત્રના મોટર સાયકલ પાસે બેસી ઘેર જમવા જતો હતો તે વેળા એઈમ્સ હોસ્પિટલ નજીક રસ્તામાં બંનેને આંતરી સતીશ જળુએ કહ્યું હતું કે તું આત્મન આહીરના કેસમાં કોઈ સાક્ષીમાં રહેલ છો ? કે કેમ તેમ કહેતા શનિએ ના પાડી હતી.

જેથી બંને મિત્રો ત્યાંથી આગળ જતા હતા તે દરમિયાન બી.એ. ડાંગર કોલેજના માલીકનો પુત્ર આત્મન આહીરએ ધસી આવી તુ મારા કેસમાં સાક્ષી તરીકે રહેલ છો ને તેમ કહી ઝઘડો અને ગાળા ગાડી કરવા લાગ્યો હતો જેથી શનિએ કોઈ કેસમાં હું સાક્ષી નથી તેમ કહયુ હતુ, છતાં તે માન્યો ન હતો જેથી તેના મિત્ર રમેશભાઈ શનિની પત્નીને બોલાવવા ગયા હતા.

શનિને સતીષ જળુ, આત્મન આહીર, સાગરદાન ગઢવી અને તેને મારવા બોલાવેલા શખસ કુહાડી સાથે ઘસી આવ્યો હતો અને ચારેય શખસોએ ગાળો ભાંડી ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો તે દરમિયાન દેકારો થતા તેના મિત્ર રમેશભાઈ સહિતના લોકો એકઠા થઈ તેને છોડાવતા હુમલો કરનાર આત્મન આહીરે હવે બીજી વાર મારા હાથે ચડીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી ચારેય શખસો નાસી છુટયા હતા.

આ હુમલા અને ઝપાઝપીમાં શનિએ પહેરેલો સોનાનો ચેન તૂટીને પડી ગયો હોય તેના મિત્ર રમેશભાઈ ચૌહાણ અને પત્ની વૈશાલીબેન છોડાવવા વચ્ચે પડતા સની ની પત્ની વૈશાલીબેન ને ધક્કો મારી પછાડી અણછાજતું વર્તન કરી બીજી વાર મારા હાથે ચડીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નાસી છૂટતા યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ કરતા એ.એસ.આઇ જેન્તીભાઈ બાળા સહિતના સ્ટાફે ગુનો નોંધી ચારેય આરોપીઓને ઝડપી લેવા ધોરણસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application