BREAKING NEWS

માલધારી ફાટક પાસે બે યુવાન પર ચાર શખસોનો નજીવી બાબતે ધોકા વડે હુમલો

  • October 04, 2025 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કોઠારીયા ગામમાં ઇશ્વરીયા પાર્કમાં રહેતો યુવાન તેનો મિત્ર એકટિવામાં જતા હતા ત્યારે માલધારી ફાટક પાસે આગળ જતા એકટિવાચાલકને વાહન સરખુ ચલાવવાનું કહેતા આ એકિટવા પર સવાર આ બંને શખસોએ અન્ય બે શખસોને બોલાવી ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં બંને યુવાનને ઇજા પહોંચી હતી. જે અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.


કોઠારીયા ગામમાં ઈશ્વરીયા પાર્કમાં રહેતા હર્ષીલભાઈ મુકેશભાઈ તળપદા(ઉ.વ.૨૯) એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચાર અજાણ્યા શખસોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.૩/૧૦ના રોજ સાંજના તે તથા તેનો મિત્ર રઈસ ફિરોજભાઈ સમા એકટીવા લઈ અને માલધારી ફાટક પાસે પહોંચ્યા અને તે વખતે આ એકટીવા મિત્ર રઈસ ચલાવતો હતો અને અમે સાંઈબાબા સર્કલ તરફ જતા હતા ત્યારે માલધારી ફાટકે એક્ટિવાની આગળ બે અજાણ્યા માણસો રોડ ક્રોસ કરતા હતાં. ત્યારે આ મિત્ર રઈસે નજીકથી ચલાવતા આ બંને અજાણ્યા માણસો મિત્ર રઇસને કહેવા લાગ્યો કે ભાઈ જોઈને ચલાવને તેવું કહ્યું હતું. બાદમાં મિત્ર રઈસે કહ્યું હતું કે, તમોને એક્ટિવા અડયુ તો નથી ને ? તેમ કહેતા આ બંને અજાણ્યા માણસો એકદમ ઉશેકરાઈ ગયો હતો અને બોલાચાલી કરી ગાળો બોલવા લાગેલ અને જેથી અમે એક્ટિવા સાઇડમાં રાખી આ બન્નેને ગાળો ન બોલો તેમ કહેતા આ બંને ગાળો બોલવા લાગ્યા હતા.


તે વખતે ત્યાં બાજુમાં ઇન્ડિયન ક્રેન સર્વિસની ઓફિસ આવી છે તેમાંથી બે અજાણ્યા માણસોને બોલાવ્યા હતાં. જેમાં એકના હાથમાં લાકડાનો ધોકો હતો અને આ ચારેય શખસો પાસે આવી અને અમોને કહેવા લાગેલ કે તમોને બહુ હવા છે. તેમ કહી રઈસના પગમાં ધોકાનો એક ઘા મારી દીધો હતો બાદમાં યુવાનને ડાબી સાઈડના કપાળે ઘા મારી દીધો હતો. યુવાનને લોહી નીકળવા લાગતા તે નીચે પડી ગયેલ ત્યારબાદ મિત્રોએ આવી બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ અંગે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application