BREAKING NEWS

આટકોટમાં બોલેરોમાં છુપાવેલા ૬.૬૧ લાખના દારૂ સાથે ચાર શખ્સ ઝડપાયા

  • January 19, 2026 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ જિલ્લા એસપીની સૂચનાથી ગ્રામ્ય એલસીબીની ટીમ આટકોટ પંથકમાં પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે આટકોટની ગોંડલ ચોકડી નજીક વોચ ગોઠવી ચોક્કસ નંબરની બોલેરો કારને અટકાવી તલાસી લેતા કારમાંથી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ બોટલ નંગ 422 મળી આવતા મધ્યપ્રદેશ ના ચાર શખ્સોની ધરપકડ કરી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં દારૂનો ધંધો કરતા બુટલેગરો તેમજ અન્ય રાજ્યોમાંથી સપ્લાય કરવા આવતા ખેપિયાઓને ઝડપી લેવા કરેલા આદેશના પગલે ગ્રામ્ય એલસીબીના પીઆઇ વીવી ઓડેદરા ની સૂચનાથી ટીમ આટકોટ પંથકમાં પેટ્રોલિંગમાં નીકળી હતી.


તે દરમિયાન આટકોટની ગોંડલ ચોકડી પાસેથી નીકળેલી શંકાસ્પદ બોલેરો કારને અટકાવી કારની તલાશી લેતા ચોરખાનું મળી આવ્યું હતું જેમાં છુપાવેલી ઇંગ્લીશ દારૂની ૧૮૦ એમ.એલ.ની કુલ ૪૨૨ બોટલ દારૂ અને કાર સાથે ૬.૬૧ લાખનો મુદ્દામાલ સાથે કારમાં સાથે રહેલા આરોપી લાલાભાઈ સુરસિંગ બગેલ રહે. જવાનીયા અમ ગામ, તા. ભાભરા, દીપુ મગનભાઈ અખાડિયા રહે. જવાનીયા પટેલ ફળિયું, તા. ભાભરા, મુકેશ ઉર્ફે મુકામ અંતરભાઈ બામણીયા રહે. બડી જવારી, તા. જોબટ, ઈક્રમ રઘુભાઈ અવાસીયા (રહે. ગિરદા ગામ, તા.ભાભરાની ધરપકડ કરી રૂપિયા ૬,૬૧,૪૦૮ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


આ અંગેની કામગીરીમાં પીઆઇ વીવી ઓડેદરા, પીએસઆઇ એચસી ગોહિલ, પી એસ આઇ.આર.વી ભીમાણી, એએસઆઈ બાલકૃષ્ણ ત્રિવેદી ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ બાવળિયા, વાઘાભાઈ આલ, મનોજભાઈ બાયલ, મહિપાલસિંહ ચુડાસમા સહિતની ટીમ જોડાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application