BREAKING NEWS

ઘાંઘળીની કંપનીમાંથી ચોરી થયેલ વાયરો સાથે ચાર શખ્સો ઝડપાયા

  • October 03, 2025 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાના  ઘાંઘળી ગામે આવેલી એક ઇલેક્ટ્રીક કંપનીમાંથી ચોરીના વાયરો સાથે સિહોર પોલીસે ચાર શખ્સોને  ઝડપી લઈ રીક્ષા અને વાયરો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઘાંઘળી ગામે કંપની ધરાવતા અને ગઢડાના ખોપાળા ગામે રહેતા પરજન્યભાઈ રસિકભાઈ ગાબાણીની માલિકીની આર્યા કંપનીની સિમેન્ટના પતરાની શેડ તોડી અજાણ્યા શખ્સોએ ઘુસી જઈ કંપનીમાં રાખેલા પાંચ કોપરની બોબિન, જેમાં કોપરોના વાયરો, બે નંગ કોયલ કુલ કિ.રૂા. ૩, ૨૧, ૩૬૦ ની કિંમતનો સામાન ચોરી થયાની સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
 જે અંગે  સિહોર પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જેમાં  એક શંકાસ્પદ લોડીંગ રીક્ષામાં કેટલાક કોપરના વાયરો, ઇલેક્ટ્રીક સામાન વલભીપુર જતી હોવાની બાતમી આધારે તપાસ હાથ ધરતા રિક્ષાને ઉભી રખાવી રિક્ષામાં તલાશી લેતા પાંચ બાચકામાં ભરેલો કોપરના વાયરો સહિતનો મુદ્દામાલ જોવા મળતા રિક્ષામાં રહેલા ચારેય શખ્સોને પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરતા રિક્ષામાં રહેલો મુદ્દામાલ આર્યા કંપનીમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે ચોરી થયેલ રૂા. ૨, ૮૩, ૦૦૦ ના મુદ્દામાલ સાથે અરૂણ લક્ષ્મણભાઇ સોલંકી, દિનેશ બાપુભાઇ વાઘેલા, પ્રવિણભાઇ ઉર્ફે પવલો રામજીભાઈ ડાથી, કરણ ઉર્ફે કાની મુકેશભાઇ વાઘેલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application